જૂનાગઢ અને સોરઠ પંથકમાં જુગારની મોસમ પુરબહારમાં ચાલી રહી છે. અને જુગારીઓ પત્તાની મોજ માણી રહ્યા છે. પોતાના અંગત ફાયદા સાતુ મકાનોમાં પણ મોટે પાયો જુગાર ચાલી રહયો હોવાની ચોકકસ બાતમીનાં આધારે પોલીસ ત્રાટકી અને જુગારીઓને ઝડપી લેતી હોય છે. જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએઅસાઈ એસ.એન.સગારકા અને સ્ટાફે ઝાંઝરડા ગામની સીમમાં આવેલ અશ્વીનભાઈ નગાભાઈ બાંટવાની વાડીનાં મકાનમાં ચાલતા જુગાર ઉપર ત્રાટકી અને અશ્વીનભાઈ નગાભાઈ બાંટવા, ભીખાભાઈ ભોજાભાઈ કોઠીયા, લલીતભાઈ જમનભાઈ ભુવા, પરેશભાઈ ભીખાભાઈ બગીયા, હરેશભાઈ ગોવીંદભાઈ દેસાઈ, કરણભાઈ ઉર્ફે કેતનભાઈ દિનેશભાઈ ઉર્ફે વિઠ્ઠલભાઈ ધોરાજીયા, ધર્મેન્દ્રભાઈ લખમણભાઈ બાબરીયા, ભરતભાઈ હમીરભાઈ મારૂ, દિવ્યેશભાઈ દામજીભાઈ વેકરીયા, હાર્દિકભાઈ જમનભાઈ ભુવા, લલીતભાઈ જગજીવનભાઈ પીઠવા, ડાયાભાઈ રૂધાભાઈ કેરવા, કૈલાશભાઈ મનસુખભાઈ ચોથાણી, કલ્પેશભાઈ ધીરૂભાઈ દેસાઈ, દિપકભાઈ મનસુખભાઈ કાપડીયા, ભાવેશભાઈ કાંતીભાઈ દેસાઈ, નીકુંજભાઈ રમણીકદેસાઈ પાઘડાર, રૂત્વીકભાઈ અશોકભાઈ કાછડીયા રહે.તમામ ઝાંઝરડા ગામ જૂનાગઢના ઈસમોે રોકડા રૂા.૧,૦૯,પ૦૦, મોબાઈલ -ર૦, મોટર સાઈકલ – ૧૧ મળી કુલ રૂા.૪,૮૭,૦૦૦ના મુદામાલ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તેવી જ રીતે બિલખાના પોલીસ કોન્સ. સુમિત ગોવિંદભાઈએ બિલખા તાબેના બેલા ગામે જાહેરમાં જુગાર રમતા ૪ શખ્સોને રોકડા રૂા. ૬૧૦ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુગારની રેડ દરમ્યાન પાંચ શખ્સો નાસી ગયા હતા. જુગારના અન્ય એક દરોડામાં કેશોદના પોલીસ હેડ કોન્સ. એસ.યુ. દલે કેશોદના અજાબ ગામે વિલેજ બીટમાં જુગાર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૮ શખ્સોને રોકડા રૂા. ૧પ,પ૮૦ સાથે ઝડપી લઈ જુગારધારા અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કેશોદના પીપલીયાનગર ખાતે પોલીસ કોન્સ. રઘુવીરસિંહ જેઠસુરભાઈએ જુગાર રમતા ૯ શખ્સોને રૂા. ર૧,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. કેશોદના નહેરૂરનગર સ્થિત સિધ્ધી વિનાયક મંદિર સામેની ગલીમાં ગીરીરાજ એપાર્ટમેન્ટ સામે જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ૬ શખ્સોને રૂા. ૧૪,૩૭૦ના મુદામાલ સાથે પોલીસ કોન્સ. જૈતાભાઈ બાબુભાઈએ ઝડપી લીધા હતા. કેશોદના કેવદ્રા ગામે પોલીસ કોન્સ પી.એમ. બાબરીયા અને સ્ટાફે ૧ર શખ્સોને જુગાર રમતા ૧ર,૩૦૦ના મુલામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે વંથલીના સાંતલપુર ગામે પો. હેડ કોન્સ. પૃથ્વીરાજ જાેરૂભા અને સ્ટાફે જુગાર દરોડો પાડી ૯ શખ્સોને રૂા. ૪ર,૧૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. વંથલીના ગાદોઈ ગામે ૯ શખ્સોને જુગાર રમતા રૂા. ૩૦,૦૦૦ના મુદ્દામાલ સાથે પોલીસ હેન્ડ કોન્સ. એસ.ડી. સોંદરવા એ ઝડપી લીધા હતા. તેમજ વંલીના કણજા ગામ ખાતે પોલીસ કોન્સ. ભરતસિંહ નાનુભાઈએ જુગાર દરોડો પાડી ૮ શખ્સોને રૂા. ર૪,૩૧૦નો જુગાર રમતા ઝડપી લઈ પોલીસે જુગાર ધારાની કલમ અંતર્ગત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. માણાવદરના પોલીસ કોન્સ. કિરણ અરજણભાઈએ નાકરા ગામે રહેણાંક મકાનમાં દરોડો પાડી ૧૪ શખ્સોને રૂા. ૪ર,૬૮૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. બાંટવાના કોડવાવ ગામે પીએસઆઈ કે.કે.મારૂ અને સ્ટાફે જુગાર દરોડો પાડી બે શખ્સોને રૂા. ૩૯,૯પ૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. તેમજ બાંટવાના રાજપુતપરામાં પીએસઆઈ કે.કે.મારૂએ જુગાર દરોડો પાડી ૬ શખ્સોને કુલ રૂા. ર૮,પર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. માળીયાહાટીનાના અમરાપુર ગામે પોલીસ હેડ કોન્સ. એન.એન. ડાંગર અને સ્ટાફે જુગાર દરોડો પાડી ૯ શખ્સોને રૂા. ૧ર,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે માળીયાહાટીનાના કાત્રાસા ગામે પોલીસે જુગાર દરોડો પાડી પાંચ શખ્સોને રૂા. ર૮૬૦ના મુદામાલ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા. માળીયાહાટીનાના કાલીંભડા ગામે પોલીસ કોન્સ. પ્રફુલભાઈ કરશનભાઈએ જુગાર દરોડો પાડી ૧૩ શખ્સોને કુલ રૂા. ૯ર,૮૦૦ના મુદામાલ સાથે ઝડપી લઈ જુગાર ધારા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews