ઉનાઃ નગરપાલિકા દ્વારા કોમર્શિયલ વેરામાં ૧૦ ટકા રાહત અપાશે

0

ઉના નગરપાલિકાના ચીફ ઓફીસર પાર્થિવભાઈ પરમારની યાદીમાં જણાવેલ છે કે, કોરોના મહામારીની પરિસ્થિતીને લીધે લોકડાઉનમાં વેપારીઓના ધંધા-રોજગાર પડી ભાંગેલ હોય જેથી ગુજરાત સરકારે આત્મનિર્ભર પેકેજ અન્વ્યે સમગ્ર ગુજરાત રાજયમાં બીન રહેણાંક કોમર્શિયલ મિલ્કત ઉપર ર૦ર૦-ર૧નાં મિલ્કતવેરામાં ર૦ ટકાની રાહત જાહેર કરી છે તેની અંતિમ તા.૩૧-૮-ર૦ છે જેથી દરેક વેપારીઓએ વહેલી તકે મિલ્કત વેરો ભરી જવા જણાવેલ છે. આ ઉપરાંત રહેણાંક મિલ્કતમાં પણ ર૦ ટકા રાહત આપવામાં આવે તેવી ઉનાના પ્રજાજનોમાંથી એવી પણ માંગ ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!