કેશોદનાં ગંગનાથપરા વીસ્તારમાં રહેતા ભાવેશભાઈ ભીખાભાઈ ગોસીયા (ઉ.વ.ર૩)એ પોલીસમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે રામાભાઈ કાનાભાઈ રબારી, પરબતભાઈ વીરાભાઈ રબારી, લખનભાઈ કરશનભાઈ ગરચર વગેરે સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે ફરિયાદીનાં માતા દાઝી જતા ફરીયાદીને રૂપિયાની જરૂર પડતાં ફરીયાદીનાં ભાઈએ આ કામનાં ત્રણેય આરોપીઓ પાસેથી રોકડા રૂપીયા પ૦,૦૦૦ હાથ ઉછીના લઈ તે બાદ આ કામના આરોપીઓએ ફરી ના ભાઈ તથા ફરી પાસેથી આ રૂપિયાનું વ્યાજ લઈ આજદીન સુધીમાં કુલ ૯૦,૦૦૦/- (નવ લાખ) કઢાવી લઈ હેરાન પરેશાન કરતા ફરીયાદીના ભાઈ કયાંક જતા રહેલ તે બાદ ફરીયાદીના ઘરે આવી ફરીયાદીને તેમજ તેનાભાઈ અને માતાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ભુંડી ગાળો કાઢી પઠાણી ઉઘરાણી કરી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા બાબતની ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરૂધ્ધ કલમ અંતર્ગત ગુનો દાખલ કરીવધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews