ભવનાથ તળેટી ખાતે હઝરત પંજેતન પીર બાપુનાં વાર્ષિક ઉર્ષની ઉજવણી મોકુફ

જૂનાગઢમાં ભવનાથ તળેટીમાં આવેલ મશહુર ઔલીયા હઝરત પંજેતન પીર બાપુનો વાર્ષિક ઉર્ષ મહોર્રમની ઈસ્લામી તા. ૭ના શાનો શૌકતથી દર વર્ષે મનાવવામાં આવે છે. પરંતુ હાલ કોરોના વાયરસની મહામારી તેમજ સરકારની ગાઈડલાઈનને ધ્યાને રાખી ઉપરોકત તરીખે મનાવવામાં અવતા તમામ કાર્યક્રમો મોકુફ રાખેલ છે. તેથી દરેક અકીદત મંદોએ દરગાહ શરીફ ઉપર આવવું નહીં અને પોતપોતાના ઘરે ફાતિહા ખ્વાની કરવી તેમ દરગાહ શરીફના ખાદીમ જાહીદખાન હુશેનખાન લોદીની યદીમાં જણવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!