જૂનાગઢ જીલ્લામાં સાડા સાત મહિનામાં મેલેરીયાનાં ૬૩, ડેન્ગ્યુનાં ૮ અને ચીકનગુનીયાનાં ર પોઝીટીવ કેસ

0

સામાન્ય રીતે ચોમાસાની સીઝનમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા, ફાલ્સીફેરમ સહિતનાં મચ્છરજન્ય રોગોમાં વધારો થતો હોય છે. પરંતુ હાલ કોરોનાની મહામારીને કારણે કોરોનાનાં કેસોની સંખ્યા વધી રહી છે. ત્યારે સ્વાઈન ફ્લુ ન્યુમોનિયા સહિતનાં કેસો નોંધાયા નથી. જૂનાગઢ જીલ્લાની વાત કરીએ તો મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયા સહિતનાં કેસોમાં ઘટાડો નોંધાયો છે. હાલ વરસાદી વાતાવરણને લઈને આ કેસોમાં વધારો થતો હોય છે પરંતુ આરોગ્ય વિભાગની કામગીરી અને લોકજાગૃતીનાં કારણે રોગચાળાનું પ્રમાણ ઘટયું છે. જાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં મેલેરીયાનાં ૬૩ પોઝીટવ કેસ, ડેન્ગ્યુનાં ૮ પોઝીટીવ કેસ અને ચીકનગુનીયાનાં ર પોઝીટીવ કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા તેમને સારવાર આપવામાં આવી છે. હાલ કોરોનાની મહામારીને રોકવા આરોગ્ય વિભાગ દોડી રહ્યું છે અને કોરોનાની સાથે વધી રહેલા મેલેરીયા, ડેન્ગ્યુ અને ચીકનગુનીયાનાં કેસોને ઘટાડવા માટે કામગીરી કરી રહ્યું છે. મચ્છર જન્ય અને ચોમાસાની ઋતુમાં શરદી, તાવ, ઉધરસ, ઉલ્ટી, ડાયેરીયાનાં રોગમાં વધારો થતો હોય છે. જેમાં સાડા સાત મહિનામાં આરોગ્ય વિભાગ દ્વારા જૂનાગઢ જીલ્લાનાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા ૧,૪પ,૯૧૪ લોકોનો સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી ૬૩ મેલેરીયા, ૮ ડેન્ગ્યુ અને ર ચીકનગુનીયા પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા ચાર વર્ષની સરખામણીએ રોગચાળાની વાત કરીએ તો તેમાં ઘટાડો નોંધાયો છે. ર૦૧૬માં ૩૮૬, ર૦૧૭માં ૩૩પ, ર૦૧૮માં ર૬૭ અને ર૦૧૯માં માત્ર ૯૦ મેલેરીયાનાં પોઝીટીવ કેસ નોંધાયા હતા. તેમજ ડેન્ગ્યુનાં વર્ષ ર૦૧૬માં ૧ર૭, ર૦૧૭માં રર, ર૦૧૮માં ર૯ અને ર૦૧૯માં માત્ર ૮ પોઝીટીવ કેસ નોંધાયા હતા. જયારે ચીકનગુનીયામાં વર્ષ ર૦૧૬માં ૭, ર૦૧૭માં રપ, ર૦૧૮ ૧૩ અને ર૦૧૯માં માત્ર ૧ પોઝીટીવ કેસ નોંધાયો હતો. જૂનાગઢ જીલ્લા આરોગ્ય વિભાગની કામગીરીને કારણે રોગચાળાનું પ્રમાણ ઘટયું છે. પરંતુ ચોમાસાની ઋતુમાં વધી રહેલા મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો બેકાબુ બને છે. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. જેથી રોગચાળાનું પ્રમાણ ઘટાડી શકાય છે.
:: રોગનાં લક્ષણો ::
• મેલેરીયા : ઠંડી લાગવી, તાવ આવવો, સતત માથાનો દુઃખાવો, ઉલ્ટી-ઉબકા થવા, પરશેવો વળીને તાવ ઉતરી જવો, એકાંતરે તાવ આવે.
• ડેન્ગ્યુ : તાવ આવવો, શરીરમાં દુઃખાવો, આંખનાં ડોળાનાં હલનચલનથી દુઃખાવો, શરીર ઉપર ઢીમચાનાં નીશાન દેખાવા, પેટમાં દુઃખાવો થવો.
• ચીકનગુનીયા : તાવ આવવો, માથાનો દુઃખાવો, શરીરમાં ખૂબ દુઃખાવો લાગવો, શરીરનાં સાંધા, ઢીંચણ, કોણી વગેરે જકડાય જાય, નબળાઈ લાગવી.
મચ્છરોની ઉત્પતી અટકાવવા આટલું કરો                                                                                                                       • ટાંકા, ટાંકી, માટલા વિગેરે બરાબર ઢાંકીને રાખવા.
• ફુલડાનાં કૂંડા, કાટમાળ, ડબ્બા, ટાયર, બેરલ વગેરેમાં પાણી ન ભરાય તેવી રીતે રાખવા.
• ખાડા-ખાબોચીયા પાણી વહેતા કરવા અથવા માટી પુરણ કરવું.
• ખાડા-ખાબોચીયા તેમજ રસ્તાની બાજુમાં ભરાયેલા પાણીમાં બળેલું ઓઈલ કે કેરોસીન દર અઠવાડીયે નિયમિત નાંખવું.
• અવાવરૂ કુવા, હવાડા, ખેત તલાવડી, ચેકડેમ, તળાવ વિગેરેમાં પોરા માછલી નાખવી, પોરા ભક્ષકો માછલી મેળવવા પ્રાથમીક, શહેરી આરોગ્ય કેન્દ્રનો સંર્પક કરવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!