‘‘સંવત્સરી’’

0

‘ક્ષમા વીરસ્ય ભૂષણમ’
આત્માના સૌંદર્યને પ્રગટ કરવાનું પર્વ એટલે સંવત્સરી. માનવમાત્રમાં વ્યાપી રહેલ વેરભાવને તોડાવનાર પર્વ એટલે સંવત્સરી. દરેક જીવ સાથે મૈત્રીભાવ રાખવાનું મહાપર્વ એટલે સંવત્સરી. સંવત્સરી એ જૈનોનું મહાન પર્વ છે. આ પર્વ ભાદરવા સુદ પાંચમના દિવસે એટલે કે પર્યુષણના અંતિમ દિવસે સંવત્સરી આવે છે આમ આઠ દિવસ ચાલતું આ પર્યુષણ પર્વ છે. સંવત્સરી એટલે ક્ષમાપનાનો દિવસ. બીજાને ક્ષમા આપીને અને પોતાનાથી થયેલ ભૂલ બદલ ક્ષમા માંગીને હૃદયમાંથી વેરઝેરના કચરાને કાઢી આત્માને નિર્મળ અને પવિત્ર બનાવવા – માટેના આ દિવસ છે. પ્રેમ અને ક્ષમાનું અમોધ શસ્ત્ર રાખનાર વ્યકિત સમશેર વિના પણ સમરાંગણ જીતી શકે છે એવો આ પર્વ આપણને સંદેશ આપે છે. ક્રોધથી બળતો ચંડકૌશિક સાપ ક્રોધનું ઝેર એકતો, ફુંફાડા મારતો પ્રભુ મહાવીરને દંશ મારવા આવ્યો પણ ક્ષમાના અવતાર પ્રભુ મહાવીરને જાેતાં જ તેનો ક્રોધ શમી ગયો. તેણે પ્રભુને દંશ દીધો ત્યારે પ્રભુના શરીરમાંથી રકતને બદલે શ્વેત દૂધની શીતળ ધારા વહી. આ છે ક્ષમા !. અર્જુનમાળી રોજેરોજ છ પુરૂષ અને એક સ્ત્રી એમ સાત- સાત જીવહત્યા કરનાર દુષ્ટ આત્મા હતો, પરંતુ વીરપ્રભુના સત્સંગથી અને પ્રભુના ક્ષમાબળથી તેણે જીવહિંસા છોડી દીધી અને પ્રભુના સેવક બની મુનિ બની ગયા. આમ તેઓ સંસાર તરી ગયા. ક્ષમાથી દ્વેષના દુઝતા ઘા રૂજાઈ જાય છે, ક્ષમાવાન જગતના ઝેરને પણ પચાવી જાણે છે. તેણે કયાંય હારવું પડતું નથી. ક્ષમા છે ત્યાં કરૂણા, કોમળતા, મૈત્રી, માધુરી, પ્રેમ અને પુરૂષાર્થ છે. ક્રોધાગ્નિમાં આ બધાંજ ગુણો બળી જાય છે. પરંતુ ક્ષમા એ તો ક્રોધાગ્નિને પણ ઠારી નાખતું શીતળ ગંગાજળ છે. આમ બે તૂટેલા હૃદયને જાેડવાનો સેતુ એ ક્ષમા છે માટે સંવત્સરી મહાપર્વનો મુખ્ય સંદેશ છે કે સર્વને ક્ષમા આપો અને ‘મૈત્રીભાવનુનં પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહયા કરો’’ એ રીતે સદાય મિત્રતાનું ઝરણ બીજા માટે વહાવતા રહો. ગજસુકુમાર મુનિના માથ અંગારા મુકાયા હતા, મેતારજ મુનિના માથ વાધર (ચામડાનો પટ્ટો) વીંટાઈ, ખંધકમુનિના પાંચસો શિષ્યોને કષ્ટ પડયું છતા આ સૌ મુનિઓએ આંખનો ખુણો લાલ કર્યા વિના દુઃખ દેનાર ઉપર પણ સમભાવ રાખ્યો હતો. ઈસુખ્રિસ્તને જેઓએ ખીલા સહિત જડી દીધા તેમના વતી પણ ઈસુએ ક્ષમા માંગતા કહયું હતું, ‘‘હે પ્રભુ ! તુ એમને ક્ષમા કરજે, એ નથી જાણતા કે એ શું કરી રહ્યા છે !’’ આ છે ક્ષમાપના ! જૈનબંધુઓ સંવત્સરીનું પર્વ ખુબ આનંદથી ઉજવે છે. પર્વાધિરાજ પર્યુષણ દરમ્યાન ઉપાશ્રયમાં પૂજય સાધુ-સાધ્વીજી વ્યાખ્યાન આપે છે. અને આખો દિવસ જૈનો સમુહ પ્રાર્થના, જાપ જેવી ધાર્મિક ક્રિયાઓ કરે છે. પર્યુષણ દરમ્યાન દેરાસરમાં મુખ્ય દ્વાર ઉપર મંડપ બાંધવામાં આવે છે. ભગવાનની સુંદર મજાની ફુલોની આંગી દેરાસરમાં થાય છે. (દરેક મનુષ્યો) રોજ પુજાપાઠ કરે છે. રાત્રે ભકિત સંધ્યા હોય છે જેમાં સુંદર પ્રભુભકિતના સ્તવનોની રમઝટ ચાલે છે. સંવત્સરીનો દિવસ ‘શ્રમશ્રી’ તરીકે પણ ઓળખાય છે. પ્રતિક્રમણ એટલે પાપમાંથી પાછા ફરવું તે. પર્યુષણના અંતિમ દિવસે એટલે કે સંવત્સરીના દિવસે બે પ્રતિક્રમણ કરવાના હોય છે. બપોરના સમયે આખા વર્ષ દરમ્યાન લાગેલા પાપોની આલોચના એટલે કે પ્રાયશ્ચિત કરવાનું હોય છે. સાંજે પ્રતિક્રમણ કરી બધાંજ એકબીજાને મળી પરસ્પર પ્રેમભાવથી ‘મિચ્છામિ દુકકડમ’ કરી ભુલની ક્ષમા માંગે છે. ‘મિચ્છામિ દુકકડમ્‌’ એટલે ‘મારૂ પાપ મિથ્યા થાઓ’. વડીલો સહર્ષ બધાંને માફી આપે છે. ટપાલ, પત્ર વગેરે દ્વારા પણ લોકો એકબીજાની ક્ષમાપના માંગે છે. જૈન સંપ્રદાયમાં દેરાવાસી જૈનો ભાદરવાસુદ ચોથ અને સ્થાનકવાસી જૈનો ભાદરવા સુદ પાંચમના દિવસે સંવત્સરી ઉજવે છે. સંવત્સરીએ તેઓ ઉપવાસ અથવા એકાસણું, આયંબિલ કરે છે અને શકય તેટલા ઓછા પાપ કાર્યો કરવાનો સંકલ્પ કરે છે. તથા છકાયના જીવો એટલે કે માટી, જમીન, પાણી, અગ્નિ, પવન, વનસ્પતિ એમ સૃષ્ટિના સમગ્ર જીવોને અભયદાન આપે છે. કોઈ કોઈ તો આ દિવસે પૌષધ પણ કરે છે. પૌષધ એટલે દિવસ અને એક રાત્રિ નિર્જળા રહીને ઉપાશ્રયમાં જ રહી વધુને વધુ ધાર્મિક ક્રિયાઓ કરે છે. સંવત્સરીના બીજા દિવસે બિયાસણું, એકાસણું, આયંબિલ, ઉપવાસ વગેરે તપસ્યા કરનાર તપસ્વી ગુંદની રાબ કે મગનું પાણી વગેરે પ્રવાહી લઈને પારણાં કરે છે. જે કાંઈ વિતરાગની આજ્ઞા વિરૂધ્ધિ થયું હોય તો-‘‘મિચ્છામિ દુકકડમ’’

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!