કોરોના મહામારીએ હાલ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે. લોકડાઉન અને અનલોકની પ્રક્રિયા વચ્ચે પણ કોરોનાનું સંક્રમણ રોકાવાનું નામ નથી લેતું. ત્યારે આ પરિસ્થિતિની સીધી અસર ધંધારોજગાર ઉપર થતાં અનેક લોકો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. બીજી તરફ રાજ્યમાં લોકડાઉનથી અત્યાર સુધી શાળાઓ બંધ છે અને વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું હતું. જાે કે આ સમયગાળામાં ખાનગી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ પાસે અલગ અલગ પ્રકારની ઉઘરાણીઓ શરૂ કરી દેવામાં આવી હતી જેના કારણે સમગ્ર મામલો હાઈકોર્ટ સુધી ગયો હતો. જાે સ્કૂલો બંધ હોવા છતાં પાર્ટટાઇમ ઓનલાઈન શિક્ષણ આપી ફુલટાઇમ ફી ભરવા સંચાલકો વાલીઓને દબાણ કરી રહ્યા છે. ત્યારે આ મામલો જાેરદાર ગૂંચવાયો છે. આ મામલે શિક્ષણમંત્રી અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે ઓનલાઈન થયેલ મીટિંગમાં શિક્ષણમંત્રીની તમામ વિદ્યાર્થીઓની રપ ટકા ફી ઘટાડવાની અપીલ શાળા સંચાલકોએ ફગાવી દીધી છે. આમ ‘ફી’ મામલે શાળા સંચાલકો ‘મનમાની’ કરી રહ્યા છે. રાજ્યમાં કોરોના મહામારીને લોકડાઉનથી અત્યાર સુધી શાળાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ છે ત્યારે શાળાઓએ ‘ફી’ ભરવા મામલે અનેક વાર વિવાદો સામે આવ્યા છે. ત્યારે ‘ફી’ ઘટાડવાની વાલીઓની માંગને ખાનગી શાળાના સંચાલકોએ ફગાવી દીધી છે. શિક્ષણમંત્રીએ રપ ટકા સુધી ‘ફી’ ઘટાડવા અપીલ કરી હતી. ત્યારે ખાનગી શાળા સંચાલકોએ વાત માની ન હતી. સંચાલકોએ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓની ‘ફી’ ઓછી કરવાની તૈયારી દર્શાવી છે. પરંતુ તમામ વિદ્યાર્થીઓને ‘ફી’માં રાહત આપવા સહમત નથી. સંચાલકોએ સરકારને એવું સૂચન કર્યું હતું કે સ્કૂલ ટ્યૂશન ફીમાં રાહત આપવા માટે કમિટિની રચના કરવામાં આવે. કોરોના લોકડાઉનને કારણે નાણાંકીય સંકટ ધરાવતા વાલીઓના સંતાનોને ફીમાં રાહત માટે ફી નિર્ધારણ સમિતિને જવાબદારી સોંપવામાં આવે. ખાનગી શાળા સંચાલકોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, રપ ટકા નહીં, પરંતુ ૧૦ ટકાથી ૧૦૦ ટકા ફી માફ કરીશું પણ માત્ર ગરીબ વિદ્યાર્થીઓની. આમ, સરકાર દ્વારા તમામ વિદ્યાર્થીઓની રપ ટકા ફી માફ કરવાની માગ ખાનગી શાળા સંચાલકોએ ફગાવી છે. શિક્ષણમંત્રી સાથે થયેલી ઓનલાઈન મીટિંગમાં ખાનગી શાળા સંચાલકોએ સરકારની ફોમ્ર્યુલા ફગાવી છે. આ અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ‘ફી’ મુદ્દે આ પ્રથમ જ બેઠક હતી. સરકાર વાલીઓને સ્કૂલ ‘ફી’માં રાહત મળે તે માટે પ્રયત્નો જારી રાખશે. ખાનગી શાળાના સંચાલકો સાથે વધુ બેઠક થશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews