ભારતની સરહદે આવેલી વાસ્તવિક અંકુશ રેખા ઉપર યથાવત સ્થિતિને બદલી નાંખવા લશ્કરી તાકાતનો પ્રયોગ કરવાની ચીનની હરકતને અમેરિકાની સેનેટમાં પસાર થયેલા એક ઠરાવમાં વખોડી નાંખવામાં આવી હતી અને આ મુદ્દાનો રાજદ્વારી પદ્ધતિએ ઉકેલ લાવવા હાકલ કરી હતી. ગત ૫ મેના રોજથી પૂર્વ લદાખમાં આવેલી વાસ્તવિક અંકુશ રેખાના જુદા જુદા વિસ્તારોમાં ભારત અને ચીનનું લશ્કર હાઇએલર્ટ ઉપર છે, અને ગત ૧૫ જૂનના રોજ જેમાં ભારતના ૨૦ જવાનો શહીદ થઇ ગયા હતા તે ચીન અને ભારતના સૈનિકો વચ્ચે થયેલી હિંસક ઝપાઝપી બાદ સ્થિતિ વધુ કથળી ગઇ છે. ચીનના પક્ષે પણ મોટી જાનહાની થઈ હતી પરંતુ તેણે તેના કેટલા જવાનો માર્યા ગયા હતા તેની કોઇ માહિતી જાહેર કરી નહોતી. સેનેટર જ્હોન કો‘નન અને માર્ક વોર્નર દ્વારા રજૂ કરાયેલા ઠરાવમાં ચીનના સુરક્ષા અને સલામતીના જાેખમ સામે ભારતે તેના સંદેશાવ્યવહારના માળખાને વધુ સુરક્ષિત બનાવ્યું તે બદલ ભારોભાર પ્રસંશા કરવામાં આવી હતી. તે ઉપરાંત ઠરાવમાં ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં નિયમ આધારિત વ્યવસ્થા સ્થાપિત કરવા કોડ્રીલેટરલ સિક્્યુરિટિ ડાયલોડ (ચાર સ્તરની સુરક્ષા મંત્રણા) હાથ ધરવા જેવી દ્વિપક્ષીય અને બહુપક્ષીય ભાગીદારીનો અભિગમ અપનાવવા બદલ પણ ભારતની પ્રસંશા કરવામાં આવી હતી. કયુએસડીને કયુઅડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એક અવિધિસરનું રાજદ્વારી ફોરમ છે. લશ્કરી વ્યવસ્થાને સામાન્ય રીતે ઇન્ડો-પેસિફ્ક પ્રદેશમાં ચીનની વધેલી લશ્કરી અને આર્થિક તાકાતની સામેના પ્રતિકાર તરીકે જાેવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews