જૂનાગઢ જીલ્લાનાં માંગરોળ શહેરના મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓએ ગંદકીના ગંજના કારણે ત્રસ્ત થઈ ગયેલ હોય આ બાબતે તાકીદે નિકાલ લાવવા માંગરોળ મામલતદારને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે ચોમાસાના કારણે મીઠીવાવ વિસ્તારમાં રસ્તાઓનું મોટાપાયે ધોવાણ થવાથી મોટા ખાડાઓ પડી ગયા છે અને પાણી ભરાયેલું રહે છે જેથી ગંદકીને લીધે મચ્છરો અને જીવજંતુઓનો ઉપદ્રવ વધી રહયો છે. અને હાલમાં કોરોના મહામારી સાથે મેલેરીયા, ડેંગ્યુ જેવી ગંભીર બિમારીનો ખતરો પણ તોળાઈ રહયો છે ત્યારે તાત્કાલીક ધોરણે આ વિસ્તારના રસ્તાઓનું રીપેરીંગ કરીને ગંદકી દુર કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ આવેદનપત્ર પાઠવતી વખતે મીઠીવાવ વિસ્તારના રહેવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews