કાળજાના કટકા સમાન ૧૪ વર્ષની દિકરી રોશનીબેનની આકસ્મિક અંતિમ વિદાયની સાથે પૂણ્ય કાર્યો ઓડેદરા પરિવાર દ્વારા કરાયા

0

માંગરોળ તાલુકાના બગસરા(ઘેડ)ગામના દેવાભાઈ નાગાજણભાઈ ઓડેદરાની દિકરી કુ.રોશનીબેનનું કિડનીની બિમારીના કારણે તા.૨૪-૦૭-૨૦૨૦ના રોજ દુઃખદ અવસાન થયેલ. દિકરીની આ અણધારી વિદાયથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ હતું. તેમ છતાં તેના પરિવારે કઠણ કાળજુ રાખી પુત્રીના અંગોનું દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી જેથી બીજા પરિવારના જીવનમાં અંગદાનથી નવી જીંદગી મળે અને પુત્રીના અંગો અન્યના શરીરમાં પ્રત્યારોપણથી પોતાની પુત્રી હયાત હોવાની અનુભુતિ થાય એ સાત્વિક વિચાર ઓડેદરા પરિવારને આવ્યો.પરંતુ જે કેટલાક સંજોગોવશ શક્ય ન બન્યું.તેમ છતાં પણ આ પરિવારે પોતાની પુત્રીના ચક્ષુ અંધ વ્યક્તિના જીવનમાં અજવાળાં પાથરે તે હેતુથી ચક્ષુદાન કરવાનો ર્નિણય કર્યો આથી પોરબંદર નેચર ક્લબના સાજણભાઈ ઓડેદરાના પ્રયાસથી શિવમ્‌ ચક્ષુદાન આરેણા દ્વારા રોશનીબેનના બંન્ને ચક્ષુ સ્વિકારી આઈ બેંક સુધી પહોંચાડેલ. ઓડેદરા પરિવાર દ્વારા આ મહાદાન થયું તેનાથી આગળ હજુ પુત્રી માટે કઈંક કરવાની ભાવનાથી આ પરિવારે તેમની પુત્રીની અંતીમ વિદાય જ્યારે દિકરી સાસરે જતી હોય અને આપણે વિદાય કરીએ તે રીતે કાળજા પર પથ્થર મુકીને કઠણ મને કરી.ઓડેદરા પરિવારની આ અનોખી વિદાય સમાજને પ્રેરણા અને શીખ આપે છે. રોશનીબેને જે વ્યક્તિને આંખોની રોશની આપી તે વ્યક્તિમાં હયાત છે. આજે દિકરીઓને જન્મતાવેંત અથવા તો ગર્ભમાં જ તરછોડી દેવાય છે.તેવા લોકો માટે આ પ્રેરણાદાયક કિસ્સો છે જે પરિવારે દિકરીને બચાવવા માટે ઘણા પ્રયત્ન કર્યા અંતે અંગદાન કરવાની ઈચ્છા બતાવી એનાથી આગળ ચક્ષુદાન કર્યું,અને અંતે સાસરે જેમ દિકરીને વળાવે તે રીતે રોશનીબેનને અંતિમ વિદાય આપી. ધન્ય છે આ ઓડેદરા પરિવારને કે જેમણે પોતાની દિકરીનો ભુલોક અને પરલોક સુધાર્યો.અને ચક્ષુદાન થકી અન્યના જીવનને અંધકાર થી પ્રકાશ તરફ ઉજાગર કર્યું. શિવમ્‌ ચક્ષુદાન આરેણા આ પરિવારને નત્‌ મસ્તક વંદન કરે છે.અને રોશનીબેનના દિવ્યાત્માને ભગવાન શ્રી કૃષ્ણ ચરણમાં સ્થાન મળે તે પ્રાર્થના કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!