જૂનાગઢમાં આજથી ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે કોરોનાનાં કારણે મોટા પંડાલો અને મોટી મર્તિઓ ઉપર પ્રતિબંધ મુકાવ્યો છે. લોકો ઘરે જ નાની મૂર્તિની સ્થાપનાં કરી બાદમાં દરરોજ પૂજા-અર્ચના, આરતી કરી મોદકની પ્રસાદ ધરાવશે. છેલ્લા પાંચ વર્ષથી જૂનાગઢ સ્વાદની દુનીયામાં જેનું અનેરૂ નામ છે એવાા સુભાષ પાણીપુરી વાળા નટુભાઈ વસવેલીયા દ્વારા તેમનાં નિવાસ સ્થાને પંચધાતુનાં ગણપતિની સ્થાપના કરી ગણેશ મહોત્સવ ઉજવામાં આવે છે. ઉપરોકત તસ્વીરમાં આજે સવારે ગણપતિ દાદાનું વિધીવત પૂજા કરી સ્થાપના કરતા નટુભાઈ વસવેલીયા, વિનુભાઈ, મનિષભાઈ, પંકજભાઈ તેમજ ડો. જગત વસવેલીયા અને સમગ્ર પરિવાર નજરે પડે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews