ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીની પરીક્ષામાં બીજા દિવસે ૧૦ કોપી કેસ થયા

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પ્રથમ તબકકાની મંગળવારથી શરૂ થયેલ સ્નાતક કક્ષાની સેમ.૬, અનુસ્નાતક કક્ષાની સેમ.ર,૪, એલએલ બી.-એમ.આર.એસ.-એલએલ.એમ. વિગેરેની પરીક્ષામાં બીજા દિવસે બે સેશનમાં કુલ ૧૩૪૬૭ વિદ્યાર્થીઓમાંથી ર૮૯ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જૂનાગઢ, ગીર-સોમનાથ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં તમામ અંતરીયાળ ૮૦ જેટલા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સ્વસ્થ વાતાવરણમાં શાંતચિત્તે પરીક્ષા આપી હતી. બુધવારનાં રોજ કેમેસ્ટ્રી તથા માઇક્રોબાયોલોજી વિષયમાં કુલ ૧૦ કોપીકેસ થયા હતા. જેમાં જૂનાગઢ ખાતે ર, માણાવદર ખાતે ૬, બામણગામ, જૂનાગઢ ખાતે ૧ તથા ઘુંસિયા(ગીર) ખાતે ૧ કોપીકેસ કરવામાં આવ્યા હતા. અલગ-અલગ સ્કવોડ તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે કોરોના સામેની તકેદારીરૂપે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર તમામ પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!