રાજ્યમાં કોરોના મહામારીની પ્રવર્તમાન પરિસ્થિતિમાં મેડિકલ, ડેન્ટલ- પેરામેડિકલ ક્ષેત્રે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકારે રાહત આપતો નિર્ણય કર્યો છે. રાજ્યની મેડિકલ તથા પેરામેડિકલ કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઈ માસમાં ભરવાની થતી ફીમાં રાહત કરી આપતા હવે ચાર હપ્તામાં તેઓ ફી ભરી શકશે. એટલે કે, મસમોટી ફીનો એકીસાથે ભરવાનો બોજાે હળવો કરવા સરકારે રાહતપૂર્ણ નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્યની મેડિકલ તથા પેરામેડિકલ કોલેજાેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જુલાઇમાં ભરવાની થતી સત્ર ફીમાં રાહત આપીને આ ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકે તેવો વિદ્યાર્થી હીતલક્ષી ર્નિણય સરકારે કર્યો છે. રાજ્યની સરકારી ગ્રાન્ટેડ તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજ મળી કુલ- ૫૧૫ સંસ્થાઓમાં અભ્યાસ કરતાં એ.એન.એમ., જી.એન.એમ. તથા બી.એસ.સી. નર્સિંગ, ફિઝીયોથેરાપીના કુલ- ૨૨૮૪૪ વિદ્યાર્થીઓને તથા મેડિકલ-ડેન્ટલ, આયુર્વેદિક તથા હોમિયોપેથિક કોલેજના કુલ- ૧૨૩૦૭ વિદ્યાર્થીઓ મળી રાજ્યના કુલ-૩૫૧૫૧ વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, આ ર્નિણયનો લાભ રાજ્યની ૬ સરકારી મેડીકલ કોલેજ, ૮ જી.એમ.ઇ.આર.એસ. કોલેજ, ૩ મહાનગરપાલિકા સંચાલિત કોલેજાે, ૧૧ સેલ્ફ ફાઇનાન્સ કોલેજાે મળી કુલ-૨૮ મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતાં ૫૩૬૦ વિદ્યાર્થીઓ તથા ડેન્ટલ કોલેજ પૈકીની ૨ સરકારી કોલેજ અને ૧ જી.એમ.ઈ.આર.એસ. સોસાયટી અને ૧ મહાનગરપાલિકા સંચાલિત તથા ૯ સેલ્ફ ફાઇનાન્સ કોલેજાેમાં અભ્યાસ કરતા કુલ- ૧૨૫૫ વિદ્યાર્થીઓને મળશે. રાજ્યની આયુર્વેદિક કોલેજમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પણ રાહત મળશે જેમાં ૬ સરકારી અને ૨૩ સેલ્ફ ફાઇનાન્સ આયુર્વેદિક કોલેજ મળી કુલ-૨૯ કોલેજાેમાં અભ્યાસ કરતા ૨૦૮૨ વિદ્યાર્થીઓ અને સરકારી અને સેલ્ફ ફાઇનાન્સ હોમિયોપેથીક કોલેજમાં અભ્યાસ કરતાં ૩૬૧૦ વિદ્યાર્થીઓને પણ આ લાભ મળશે. તેમણે ઉમેર્યું કે, એમ.બી.બી.એસ., ડેન્ટલ, સરકારી આયુર્વેદિક કોલેજ, હોમિયોપેથિક કોલેજ, નર્સિંગ કોલેજ, ફીઝીયોથેરાપી કોલેજ તથા અન્ય પેરા મેડીકલ કોર્ષ ચલાવતી કોલેજાે જેવી કે સરકારી કોલેજાે, જી.એમ.ઈ.આર.એસ. સોસાયટી સંચાલિત કોલેજાે, મહાનગરપાલિકા સંચાલિત કોલેજાે તથા સેલ્ફ ફાઇનાન્સ કોલેજાેમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને કોરોના મહામારીના અસામાન્ય સંજાેગો ધ્યાનમાં લઇ ખાસ કિસ્સા તરીકે જુલાઇના સત્રથી ભરવાની થતી ફી માં જે રાહત આપવામાં આવી છે તદઅનુસાર સમગ્ર ફી ચાર હપ્તામાં વિદ્યાર્થીઓ ભરી શકશે. સમગ્ર ફી ના ૨૫ % દરેક હપ્તામાં ભરવાના રહેશે, ફી નો પ્રથમ ૨૫ % હપ્તો સપ્ટેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં, બીજાે હપ્તો ઓક્ટોબર મહિનાની ૩૧ તારીખ સુધીમાં, ત્રીજાે હપ્તો નવેમ્બર મહિનાની ૩૦ તારીખ સુધીમાં અને ચોથો હપ્તો ડિસેમ્બર મહિનાની ૩૧ તારીખ સુધીમાં ભરી દેવાનો રહેશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews