જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ.ઉપાધ્યાયે ચાર્જ સંભાળી સોરઠનાં શિક્ષણની સ્થિતિની માહિતી મેળવી

0

રાજય સરકાર શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ જીલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણાધિકારીની સામુહિક બદલી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ જીલ્લાનાં શિક્ષણાધિકારી એન.કે. મકવાણાની નર્મદા ખાતે બદલી જતા તેમની જગ્યાએ રાજકોટનાં જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયની નિમણુંક કરવામાં આવી છે. નવનિયુકત શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયે શુક્રવારે સવારે ૧૧ઃ૦૦ કલાકે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો. શહેરનાં સરદારબાગ નજીક આવેલ બહુમાળી ભવન ખાતેની શિક્ષણાધિકારી કચેરીનાં ખાતે ઉપસ્થિતિ થઈને સોરઠ પ્રદેશનાં માધ્યમિક શિક્ષણની સ્થિતિની જાણકારી મેળવી હતી. રાજકોટ શિક્ષણધિકારી તરીકે ફરજ બજાવી હવે જૂનાગઢ જીલ્લામાં શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવશે. પોતાની કારર્કિદીમાં તેમણે ગીર-સોમનાથ, બોટાદ, સાંબરકાઠા સહિતનાં જીલ્લાઓમાં પણ ફરજ બજાવી ચૂકયા છે. શિક્ષણ જગતને લગતા અનેક પ્રશ્નોનું નિવાકરણ કર્યું હતું ત્યારે હવે જૂનાગઢ જીલ્લાનો ચાર્જ સંભાળતા શિક્ષણનું સ્તર ઉચું આવશે અને શિક્ષણનો વેપાર કરનાર ઉપર તવાય બોલાવવામાં આવશે તેવૃ બહાર આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!