તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ દિનેશભાઈ મોરી તથા પ્રભારી બાવચંદભાઈ ભાલીયાએ એક મીટીંગનું આયોજન કરેલ હતું જેમાં આમ આદમી પાર્ટીના ઉના શહેર પ્રમુખ તરીકે વિનોદભાઈ બાંભણીયાની અને ઉના તાલુકા પ્રમુખ તરીકે રાજુભાઈ ગટેચાની સર્વાનુમતે નિમણૂંક કરવામાં આવી હતી. અને આગામી દિવસોમાં ઉના નગરપાલિકાની સામાન્ય ચુંટણી તેમજ ઉના તાલુકા પંચાયત તથા ગીર સોમનાથ જીલ્લા પંચાયતની સામાન્ય ચુંટણીઓ આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી ત્રીજા પક્ષ તરીકે બેરોજગારી, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદે ઝંપલાવે તેવી શકયતા છે. હાલમાં સત્તાધારી પક્ષની નીતી-રીતી અને કાર્ય કરવાની પધ્ધતીથી કંટાળેલી જનતા પરિવર્તન લાવે તો નવાઈ નહીં. ભાજપ -કોંગ્રેસથી નારાજ થયેલા આગેવાનો અને કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જાેડાઈ તેવા રાજકીય ભણકારા વાગી રહયા છે. ત્યારે ઉના તાલુકામાં રાજકીય ગરમાવો જાેવા મળી રહયો છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews