ત્રણ દિવસ પહેલા જૂનાગઢ જેલમાં શંકાસ્પદ મૃત્યું પામનાર કાચા કામના કેદીના મૃતદેહને સ્વીકારવાનો પરિવારજનોનો ઈન્કાર

0

જૂનાગઢ જીલ્લા જેલમાં કાચા કામના કેદી રહેલા મેરાજશા ઈસ્માઈશા રફાઈ (ઉ.વ.ર૬) નામના કેદીનું શંકાસ્પદ મૃત્યુ થતાં પરિવારજનોએ મૃતકના શબને સ્વીકારવાનો ઈન્કાર કરી દીધો છે. આજે ત્રણ દિવસ થયાં હોવા છતાં મૃતકની લાશ નહીં સંભાળતા તત્ર દોડતું થઈ ગયું છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મેરાજશાની માતા શમીમબેનનો સંપર્ક સાધતા તેમણે એવો સનસનીખેજ એવો આક્ષેપ કર્યો છે કે તેમના મૃતક પુત્ર મેરાજશાને જેલમાં જ મારી નાંખવામાં આવ્યો છે. એના માટે જૂનાગઢ જેલનાં જેલર ઘુસા અને એક શખ્સ જવાબદાર છે. જૂનાગઢ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવી રહયો છે. મૃતક મેરાજશાની માતા શમીમબેને વધુમાં એવું જણાવેલ હતું કે રવિવારે તેમના પુત્રને મળવા જતાં તેણે એવું જણાવેલ હતું કે જેલર અને અન્ય શખ્સ તેને માર મારે છે. ત્યારબાદ રવિવારે સાંજે તેની તબીયત લથડી ગઈ હતી અને તે ડચકા ખાવા માંડયો હતો. અને રાજકોટ સીવીલમાં લઈ જતી વખતે રસ્તામાં તેનુ મૃત્યુ નિપજયું હતું. શમીમબેનના જણાવ્યા મુજબ જયાં સુધી જેલર અને અન્ય શખ્સ સામે ફરિયાદ નહીં નોંધાય ત્યાં સુધી તેઓ તેમના પુત્ર મેરાજશાની લાશ સ્વીકારશે નહીં. આજે મેરાજશાનાં ત્રણ દિવસ થઈ ગયા હોવા છતાં લાશ સ્વીકારવામાં નહી આવી નહી હોવાનું જાણવા મળેલ છે. બનાવના ઘેરા પ્રત્યાઘાતો જૂનાગઢ શહેરમાં પડયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!