રાજ્યના ૮૫,૦૦૦ વકીલોને આર્ત્મનિભર યોજના હેઠળ મળશે રૂા.૨.૫૦ લાખની લોન

0

કોરના મહામારી અંતર્ગત સરકાર દેશના સામાન્ય નાગરિકના ઉધોગ ધંધાને ફરી વેગ આપવા કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્ત્મનિભર યોજના જાહેર કરવામાં આવી છે. આજે રાજ્ય સરકાર દ્વારા વકીલો ને પણ ઓછા વ્યાજે ૨ લાખ ૫૦ હજાર સુધીની લોન આત્મ ર્નિભર યોજના અંતર્ગત મળી રહે તે માટેની રજૂઆતનો સ્વીકાર કરતા ગુજરાતના વકીલ આલમમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. લોકડાઉનના પગલે રાજ્યના અનેક નાના વ્યવસાય સાથે જાેડાયેલા લોકોનો ઉધોગ ધંધાઓ ઠપ થયા હતા. તેવી જ રીતે રાજ્યની ન્યાય પાલિકા વ્યવસ્થામાં કામ કરતા ૮૫ હજાર વકીલોની પ્રેક્ટિસ પણ બંધ થઈ હતી. ત્યારે પ્રદેશ ભાજપ લિગલ સેલ દ્વારા સમગ્ર ગુજરાતના વકીલોનું હીત ધ્યાનમાં રાખી આર્ત્મનિભર યોજના અંતર્ગત રાજ્યના વકીલોને પણ તેનો લાભ મળે તે માટે મુખ્ય મંત્રી તેમજ કાયદા મંત્રીને રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા વકીલોને પણ ઓછા વ્યાજે ૨ લાખ ૫૦ હજાર સુધીની લોન આત્મ ર્નિભર યોજના અંતર્ગત મળી રહે તે માટેની રજૂઆતનો સ્વીકાર કરતા ગુજરાતના વકીલ આલમમાં ખુશી ની લહેર છવાઈ ગઈ હતી. રાજ્ય સરકારે આત્મ ર્નિભર્ય યોજના અંતર્ગત વકીલોની માંગને સ્વીકારતા પ્રદેશ ભાજપ લિગલ સેલ કન્વીનર જે જે પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાં અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનો આભાર માન્યો હતો.જે જે પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના આ ર્નિણય થી ગુજરાતના ૮૫ હજાર વકીલોને સીધો તેનો લાભ મળશે. ઉલ્લેખનીય છેકે ૬ મહિનાના અંતરાલ બાદ હવે ૧૪મી સપ્ટેમ્બરથી ગુજરાત હાઇકોર્ટમાં ચાર કે પાંચ કોર્ટમાં પ્રત્યક્ષ રીતે સુનાવણી કરવાની તૈયારી કરાઇ રહી છે ત્યારે કોરોનાના પોઝિટિવ કેસો આવતાં ફરી એકવાર ચિંતા શરૂ થઇ છે. આમ ૧૪મી સપ્ટેમ્બરથી હાઈકોર્ટ શરૂ કરવાનો ર્નિણય બંધ રાખવામાં આવ્યો છે. અને હાઈકોર્ટના કર્મચારીઓને પોઝિટિવ કેસ આવતા ૧૨થી ૧૫ સુધી બંધ રાખવાનો ર્નિણય કર્યો છે. હવે ૧૪ સપ્ટેમ્બરે કોર્ટ નહીં ખુલે માત્ર જાહેરહિતની અરજીઓ ઓનલાઈન સુનાવણી હાથધરાશે. ફિઝિકલ કોર્ટ શરૂ કરવાનો ર્નિણય રદ કરાયો છે. અગાઉ પણ કોરોનાની મહામારીમાં હાઇકોર્ટના કર્મચારીઓ કોરોનાની ચપેટમાં આવ્યાં હતાં અને જુલાઇના મહિનામાં તો ૧૭ કર્મચારી કોરોનાગ્રસ્ત થયાં હતાં. જેના પગલે હાઇકોર્ટ વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવી ગયો હતો અને ત્રણ દિવસ કોર્ટની કાર્યવાહી પણ બંધ રાખવી પડી હતી. હવે ફરીથી કર્મચારીઓને કોરોના આવતાં ટેસ્ટ સહિતની કામગીરી સઘન બનાવવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!