૧. ભારતની આઝાદી બાદ ૧૯૬૮ તથા ૧૯૮૬/૯રમાં ભારતદેશ માટેની શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી. બંને વખતે તેને નવી શિક્ષણ નીતિ એવું નામ રાખવામાં આવ્યું.
ર. ર૦ર૦માં જાહેર થયેલ શિક્ષણનીતિને ‘રાષ્ટ્રય શિક્ષણનીતિ’ ‘National Education Policy’ નામ આપવામાં આવ્યું છે.
૩. ઈસરોનાં ભૂતપૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરી રંગનનાં વડપણ હેઠળની સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદોu(Draft) તૈયાર કર્યો છે.
૪. રાષ્ટ્રીય શિક્ષણનીતિ માટે માનવ સંશાધન વિકાસ મંત્રાલય દ્વારા સૂચનો મંગવવામાં આવ્યા હતા જેમાં અંદાજે ર.રપ લાખ સૂચનો મળ્યા હતા.
પ. માનવ સંશાધન વિકાસ મંત્રાલયનું નામ બદલીને હવે શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું છે.
૬. રાષ્ટ્રીય શિક્ષણનીતિનો અંદાજે ૩૦૦થી પણ વધારે પાનાનો ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે.
૭. આ ડ્રાફટમાં મુખ્યત્વે છ મુદ્દા સ્કૂલ એજયુકેશન, ભાષા, ઉચ્ચતર શિક્ષણ, ટેકનોલોજી, સાયન્સ અને આ તમામ બાબતોનાં આમલીકરણનાં મુદ્દાને સમાવવામાં આવ્યા છે.
૮. અત્યાર સુધી શાળાકીય શિક્ષણ દેશમાં ૧૦ ર પધ્ધતિથી આપતું આવ્યું છે જે હવે પ ૩ ૩ ૪ની પધ્ધતિ પ્રમાણે અપાશે.
૯. આ પધ્ધતિમાં પ્રથમ પાંચ વર્ષમાંથી (ફાઉન્ડેશન સ્ટેજ) પ્રથમ ત્રણ વર્ષ પ્રિ પ્રાયમરી એટલે કે આંગણવાડી માટે નકકી કરવામાં આવ્યા છે જેને ‘અર્લી ચાઈલ્ડ હૂડ ફેર એન્ડ એજયુકેશન’ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ ધોરણ ૧ અને રમાં બાળકને પ્રવેશ આપવામાં આવશે.
૧૦. પ્રથમ ત્રણ વર્ષ એટલે કે આંગણવાડી માટે કામ કરનાર કાર્યકર્તાઓ જાે ધોરણ ૧ર પાસ હોય તો ૬ મહિનાનો સર્ટિફિકેટ કોર્સ અને ધોરણ ૧ર પાસ ના હોય તો ૧ વર્ષનો ડિપ્લોમા કોર્સ ભારત સરકાર દ્વારા કરાવવામાં આવશે. જેનાં કારણે બાળવિકાસની કામગીરી યોગ્ય રીતે થઈ શકે.
૧૧. પ્રથમ પાંચ વર્ષ બાદનાં ત્રણ વર્ષમાં ધોરણ ૩,૪,પમાં અભ્યાસ કરાવવામાં આવશે. ત્યારબાદ ત્રણ વર્ષમાં ધોરણ ૬,૭,૮માં અભ્યાસ કરાવવામાં આવશે. ધોરણ ૬ થી Vocational Education શરૂ થશે અને છેલ્લે સ્કૂલ શિક્ષણમાં ધો.૯,૧૦,૧૧,૧રમાં અભ્યાસ કરાવવામાં આવશે.
૧ર. વિદ્યાર્થી દ્વારા મિડીયમ અને એડવાન્સ લેવલની પસંદગી કરી તે મુજબ પરીક્ષા આપી શકશે. તેનાથી ફેઈલ રેશીયો ઘટશે.
૧૩. કલા અને રમતગમતને અન્ય વિષયોની સમકક્ષ ગણવામાં આવશે.
૧૪. નવી પેટર્ન ર૦રરથી લાગું કરવાનો સરકાર પ્રયાસ કરી રહી છે.
૧પ. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં દરેક જીલ્લામાં એક અથવા બે જીલ્લા વચ્ચે એક યુનિવર્સિટીની રચના કરવામાં આવશે.
૧૬. ભારતમાં હાલમાં રર ભાષાઓને બંધારણમાં માન્યતા પ્રાપ્ત થયેલી છે.
૧૭. રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં ધોરણ પ સુધી માતૃભાષામાં જ શિક્ષણ આપવાની સલાહ આપવામાં આવી છે. માતૃભાષામાં શિક્ષણ ફરજીયાત કરવામાં આવ્યું ૧થી… અંગ્રેજી માધ્યમ બંધ કરવાની કોઈ વાત નથી.
૧૮. ઉચ્ચતર અભ્યાસ માટે ધોરણ ૧ર પછી દેશની તમામ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે ધ નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા કોમન એન્ટ્રેન્સ એકઝામ લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે.
૧૯. યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશનનાં બદલે હવે દેશમાં હાયર એજયુકેશન કમિશનની રચના કરવામાં આવશે જેનાં અધ્યક્ષ દેશના વડાપ્રધાન રહેશે.
ર૦. આવનારા પંદર વર્ષમાં તમામ પ્રકારની શૈક્ષણીક સંસ્થાઓને સ્વતંત્ર ચલાવવાની માન્યતા અપાશે જેથી કરીને આગામી વર્ષોમાં કોઈપણ કોલેજને એફિલેશન લેવાની જરૂર પડશે નહી
ર૧. યુવાનોને મદદરૂપ થવા નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનની રચના કરવામાં આવશે.
રર. વિદ્યાર્થી માસ્ટર ડિગ્રી મેળવીને સીધો Ph.D.નો કોર્સ કરી શકશે. M.Phil.નો કોર્સ બંધ કરવામાં આવશે.
ર૩. કોલેજમાં પ્રવેશ બાદ વિદ્યાર્થી વચ્ચેથી અભ્યાસ છોડે તો એક વર્ષ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરનારને સર્ટિફિકેટ કોર્સ કરેલો ગણાશે. બે વર્ષ કોલેજનો અભ્યાસ પૂર્ણ કરીને અભ્યાસ છોડે તો એડવાન્સ ડિપ્લોમા સર્ટિફિકેટ આપવામાં આવશે. ત્રણ વર્ષ પૂર્ણ કરે તો બેચલર ડિગ્રી આપવામાં આવશે. ચાર વર્ષ પૂર્ણ કરે તો બેચલર ડિગ્રી ઉપરાંત રિસર્ચરની ડિગ્રી આપવામાં આવશે.
ર૪. ચાર વર્ષનો ગ્રેજયુએશન કોર્સ કરનારને એક વર્ષનાં અભ્યાસ બાદ માસ્ટર ડિગ્રી આપવામાં આવશે.
રપ. ધોરણ ૧ર બાદ કોઈ વિદ્યાર્થીને શિક્ષણક્ષેત્રમાં આગળ વધવું હોય તો ચાર વર્ષનો બી.એડ.નો કોર્સ કરી શકશે.
ર૬. હાલમાં સરકાર જી.ડી.પી.નાં ૪.૪૩% ખર્ચ શિક્ષણ માટે કરે છે તે પ્રમાણને ૬% સુધી લઈ જવામાં આવશે.
ર૭. રાષ્ટ્રીય શિક્ષણનીતિએ ૧૦ વર્ષનો એજન્ડા છે.
ર૮. આગામી પાંચ વર્ષમાં તેનાં મોટાભાગનાં લક્ષ્યો મેળવી શકાશે.
ર૯. રાષ્ટ્રીય શિક્ષણનીતિ ભારતીય પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરશે તથા વિદ્યાર્થીઓ આપણા દેશનો સાચો ઈતિહાસ ભણશે.
૩૦. હાયર એજયુકેશનમાં કોઈપણ વિષય રાખી શકાશે.
૩૧. ભવિષ્યમાં કોલેજ જ ડિગ્રી સર્ટિફિકેટ આપશે.
૩ર. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સ્થાનિક ભાષા ઉપર ભાર મૂકાયો છે.
૩૩. નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં – ‘આપવાવાળા બનો, માંગવાવાળા નહી’ તે સૂત્ર સાર્થક થાય તે રીતે દરેક વિદ્યાર્થીને પગભર બનાવાશે.
૩૪. દેશમાં ૧૮૧૮ થી ૧૯૪૪ દરમ્યાન શિક્ષણનીતિ માટે રર સમિતિઓની રચના કરવામાં આવી હતી.
૩પ. દેશની આઝાદી બાદ શિક્ષણનીતિ માટે અલગ અલગ સમયે ૧ર સમિતિઓની રચના કરવામાં આવી હતી.
૩૬. ભારતમાં વિશ્વની સોૈથી પ્રાચીન શિક્ષા વ્યવસ્થા
૩૭. ૧૮રર-૧૮૩૦ સુધી ભારતમાં શિક્ષણ વિભાગ સરકારમાં ન હતું
૩૮. ભારતમાં પ૦૦૦૦૦મી પ્રાથમિક વિદ્યાલય હતા.
૩૯. ૪૦૦ની વસ્તીએ એક પ્રાથમિક વિદ્યાલય હતું.
૪૦. ભારત વધુ સાક્ષરતા ધરાવતો દેશ હતો.
૪૧. Replacement of Indian Knowledge by European Knowledgeની નીતિ પ્રમાણે અંગ્રેજાેએ ભારતની શિક્ષણ વ્યવસ્થામાં ફેરફારો કર્યા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews