નાણાંકીય ગેરશિસ્ત-આડેધડ ઉત્સવો-હોર્ડીગોનાં ખર્ચને લીધે ગુજરાત સતત દેવાના બોજ તળે !

0

રાજ્યની ભાજપ સરકારના નાણાંકીય પ્રબંધન તથા નાણાંકીય સ્થિતિના અભાવની સાથે આડેધડ ઉત્સવોની ઉજવણીઓ, જાહેરાતો તથા બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાના બોજ તળે ધકેલાઈ રહ્યું હોવાનું જણાવતા વધુમાં ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરતાં વિપક્ષ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ભાજપ શાસનમાં સામાન્ય-મધ્યમ વર્ગને સૌથી વધુ નુકસાન થયું છે અને નોટબંધીના અવિચારી નિર્ણયને લીધે દેશ તથા રાજ્ય આર્થિક હાલાકીનો સામનો કરી રહ્યો છે. કેન્દ્ર સરકારના નોટબંધીના અવિચારી ર્નિણય તથા જીએસટીમાં વ્યાપક વિસંગતતા અને અમલીકરણની ખામીના કારણે છેલ્લા ચાર વર્ષથી અર્થતંત્ર પારાવાર મુશ્કેલીમાં ધકેલાઈ ગયેલ છે.
વૈશ્વિક મહામારી કોરોના અને આયોજન વિનાના લોકડાઉનના પગલે ભારત દેશ મંદી, મોંઘવારી, બેરોજગારી, આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયો છે ત્યારે આર્થિક પ્રબંધન, નાણાંકીય ગેરશિસ્ત, આડેધડ ઉત્સવો, હોર્ડીગો અને બિનહેતુકીય ખર્ચના કારણે ગુજરાત સતત દેવાના બોજ નીચે ધકેલાઈ રહ્યું છે. ભાજપના શાસનમાં સામાન્ય-મધ્યમવર્ગને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું હોવાની ચિંતા વ્યક્ત કરતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોનાના ૯૦ દિવસમાં ભાજપ શાસનમાં આર્થિક ચિત્ર ખૂલ્લું પડી ગયું છે. રાજ્ય સરકારની ટેક્સની આવકમાં ઘટાડો થયો છે. ખુદ નાણામંત્રીએ કેન્દ્ર સરકાર સમક્ષ ૧૨ હજાર કરોડની રકમ બાકી જીએસટીની રકમ પેટે માંગી છે એટલે કે કેન્દ્રની મોદી સરકાર ગુજરાતને જીએસટીના લેણા પેટા ૧૨ હજાર કરોડ ન ચૂકવીને અન્યાય કરી રહી છે. ગુજરાત સરકારે જીએસટીની આવકમાં મોટાપાયે ઘટાડાનો સ્વીકાર કર્યો છે. ૨૦૧૯માં આ સમયગાળા દરમ્યાન ૧૩,૭૦૦ કરોડની આવક હતી, જેની સામે આ વર્ષે ૮,૯૦૦ કરોડની આવક એટલે કે ૫,૦૦૦ કરોડનો ટેક્સની આવકમાં ઘટાડો થવા પામ્યો છે. ભાજપ સરકારની મોટા ઉદ્યોગોને અધધ મદદ કરવાની નીતિ અને બીજી બાજુ નાના-મધ્યમકદના ગુજરાતના ઓળખ સમા ઉદ્યોગો પ્રોત્સાહનના અભાવે સતત આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યા છે. ગુજરાતમાં નાના-મધ્યમકદના ઉદ્યોગો મૃતઃપ્રાય સ્થિતિમાં ધકેલાઈ રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!