કોરોના મહામારીની સમસ્યા દિનપ્રતિદિન વધી રહી હોય અને ભારત વિશ્વમાં અમેરીકા બાદ બીજા નંબર ઉપર પહોંચી ગયું હોય તેમજ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાયો હોય લોકડાઉન બાદ ખોલાયેલાં દ્વારકાધીશ જગતમંદિરમાં ધીમે – ધીમે યાત્રાળુઓનો પ્રવાહ પુર્વવત થઈ રહયો હોય ત્યારે જગતમંદિરને ગતરાત્રીના સેનીટાઈઝ કરવામાં આવ્યું હતું. જગતમંદિરમાં ઠાકોરજીનાં નિજગૃહનો સભાખંડ તેમજ જગતમંદિર પરિસરના તમામ વિસ્તારોને સેનીટાઈઝ કરવામાં આવ્યા હતાં. વિશેષતા ઃ ચાંદીની ભસ્માંથી નિર્મિત અને આયુર્વેદિક પધ્ધતિથી ચામડી કે શરીરને કોઈજાતની નુકસાની ન પહોંચે તે રીતે તૈયાર કરાયેલાં પ્રવાહી દ્રવણ દ્વારા જગત મંદિરને સમિતીના વહીવટદાર તથા પ્રાંત અધીકારી નિહાર ભેટારીયા, કમલેશ શાહ, પુજારી પરિવારના પ્રતિનિધિ વગેરેના માર્ગદર્શન હેઠળ સેનીટાઈઝ કરાયું હતું. જગતમંદિરનું વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતી દ્વારા સમયાંતરે સેનીટાઈઝેશન પ્રક્રિયા હાથ ધરાય છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews