બિજ બેંકનું નામ સાંભળતા જ નવાઈ લાગે આપણે રૂપિયા માટેની બેંક કે બ્લડ બેંકનું નામ અવારનવાર સાંભળીએ છીએ પણ આજે આપણે વાત કરવી છે શાકભાજી, ધાન્ય, પાકો, કઠોળ સહીતના દેશી બિયારણોની જેની બિજ બેંક ચલાવતા ભરતભાઈ નશીત જે કેશોદ તાલુકાના ટીટોડી ગામના વતની છે. હાલ તેમના વ્યવસાય માટે કેશોદમાં રહે છે, સાથે પોતાના ઘરે બિજ બેંક કાર્યરત કરેલ છે. સૃષ્ટિ સંસ્થામાં જોડાયેલા ભરતભાઈ નશીતે શરૂઆતમાં શાકભાજી, ધાન્ય પાકો, કઠોળ સહીતના દેશી બિયારણોની પચ્ચાસ જેટલી વેરાયટીથી શરૂઆત કરેલી જેમાં ખેડૂતોને જરૂરીયાત મુજબના બિયારણો આપતા જે બિયારણોમાંથી ખેડૂતો વાવેતર કરી ઉત્પાદન મેળવી જરૂરીયાત મુજબનું બિયારણ રાખી વધારાનું બિયારણ ભરતભાઈને પરત કરે છે. જેમાં ધીરે ધીરે બિજ સંગ્રહ વધતાં જતાં ભરતભાઈએ બિજ બેંક કાર્યરત કરી જેમાં હાલમાં આશરે ત્રણસોથી પણ વધારે જાતના બિયારણનો સંગ્રહ કર્યો છે. જે સંગ્રહમાંથી ખેડૂતો સાથે વિનામૂલ્યે બિયારણોની આપલે કરે છે. આ બિજ બેંકથી પ્રેરાઈને ભરતભાઈ નશીતને અનેક સંસ્થાઓ દ્વારા પ્રમાણપત્ર મેડલ શિલ્ડ એવોર્ડ મળ્યા છે. વર્ષોથી બિજ બેંક ચલાવવા ભરતભાઈ નશીબે ખૂબ સંઘર્ષ સાથે અનેક સમસ્યાઓનો સામનો કરી બીજ બેંકને જાળવી અનેક રાજયોમાં સેમીનારોમાં બિજ બેંક દ્વારા બિયારણોની માહીતી માર્ગદર્શન આપે છે. જુદી જુદી વેરાયટીઓના બિયારણો જાળવણી સાથે પેકીંગ તૈયાર કરવા સહિતના કામમાં હાલમાં ભરતભાઈના પત્ની નિતાબેન પણ યોગદાન આપી બિયારણની સુકવણી, પેકીંગ, બિયારણના સંગ્રહ સહિતની કામગીરીમાં સાથ સહકાર આપી રહયા છે. બિજ બેંક ઉપરાંત ફુલછોડ, મીઠી લીંબડી, અડુસી, શાકભાજી સહીતના રોપાઓનો ઉછેર કરી વાવેતર કરે છે જેમાં વધારાના રોપાનું વિનામૂલ્યે વિતરણ પણ કરે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews