કોરોના ઈફેકટ : દિવાળી બાદ કોરોનાના કારણે ઘણી પેઢીઓને અલીગઢી તાળા લાગશે ?

0

સતત અને સતત વધી રહેલા મોંઘવારીના માર સામે જનતા ટકકર લઈ રહી છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓમાંથી ખરીદીનું પ્રમાણ ઓછું થઈ રહયું છે. અને આર્થિક મંદીનું મોજુ સર્વત્ર પ્રસરી રહયું છે. તેવા આ દિવસોમાં મહામારી કોરોનાના રોગચાળાએ પણ પ્રજા જીવનને સુનબુન કરી નાંખ્યું છે. આવા સંજાેગોમાં જીવન ટકાવી રાખવું એજ મુખ્ય સવાલ છે. જીવન ટકાવી રાખવા માટે આર્થિક ઉત્પાદન જરૂરી છે. પરંતુ હાલનાં સંજાેગોમાં ચારેય તરફ વકરેલી મંદી અને બેરોજગારીની સમસ્યામાં કોઈ ઉકેલ જણાતો નથી. જેતપુરના એક જાગૃત નાગરીક રસીકભાઈ જે. ધામીએ સૌરાષ્ટ્રભૂમિ દૈનિક પત્રમાં વ્યથા મોકલી છે. તે અત્રે પ્રસ્તુત કરવામાં આવી છે. તેઓએ હજારો લોકોની મનોવ્યથાને કોરોનાની બિમારીને વાંચા આપી છે. તેઓએ લખ્યું છે એક પોસ્ટકાર્ડમાં પણ સમગ્ર ચિતાર વ્યકત કર્યો છે. દિવાળી પછી કોરાનાને કારણ અનેક પેઢીઓ બંધ થશે. હજારો બેકાર થશે એનું શું અત્યારથી જ વર્ષો જુના કર્મચારીઓ કારીગરોની છટણી શરૂ થઈ ગઈ છે. પગાર ધોરણનો ઘટવાના લોકડાઉન શરૂ થયું ત્યારથી પગાર કાપ શરૂ થઈ ગયા હતા. હવે તો છ મહિના રાહ જાેયા પછી છટણી થવા લાગી આ કર્મચારીઓની પરિસ્થિતિ બગડવા લાગી છે. સરકાર પાસે રોજગારી આપવાની કોઈ યોજના માટે નાણા જ નથી હજુ પરીસ્થીતી ખરાબ થશે ? એવો સમય નજીક આવી રહયો છે. ભલે સરકારે અનલોકમાં અનેક છૂટ આપી છે. પરંતુ ધંધા – રોજગાર અને અન્ય કામકાજાેને થાળે પડતા હજુ વાર લાગશે. જયારથી કોરોનાની મહામારીનું આક્રમણ થયું છે. ત્યારથી બજાર તંત્ર સાવ ભાંગી ગયું છે. અનાજ- કરીયાણાથી લઈ શાકભાજી અને જીવનજરૂરીયાતની વસ્તુઓ સતત મોંઘી થઈ રહી છે. સામાન્ય રીતે બટેટાની વાત કરીએ તો જે ૧પ રૂપિયાથી ર૦ કિલોના મળતા હતાં. તે બટાટાના આજે ૪૦ થી પ૦ રૂપિયા કિલોનાં બોલાય છે. કોથમીર કે ધાણા શાકભાજી લેતી વખતે તેના ભાવો પણ વધ્યા છે. ગૃહીણીઓ શાકભાજીનાં વેપારીઓ પાસેથી કોથમીર અને લીમળો મફતમાં લેતા હતાં. પરંતુ આજે ૧૦ રૂપિયામાં આજે વસ્તુઓનાં ભાવ બોલાય છે. આર્થિક મંદી અને દારૂણ ગરીબીનું ચિત્ર ખુબજ ખરાબ રહયું છે. અને બેકારી અને બેરોજગારીની આર્થિક મંદીની મોંઘવારીની અસર જનજીવન ઉપર ગંભીર રીતે પડી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!