કોરોનાનાં કહેર વચ્ચે અનલોક-૪માં લોકોને જયારે અમુક છુટછાટ આપવામાં આવી છે ત્યારે લોકોમાં હજુ પણ જાગૃતિનો અભાવ જાેવા મળે છે. અને કામ વિના અનેક લોકો બહાર નીકળતાં હોવાથી કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. અમુક લોકો તો માસ્ક પણ પહેરતા ન હોવાથી બીજા લોકોને પણ ચેપ લગાડે છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાનો વ્યાપ વધી રહેલ છે. ગઈકાલે જૂનાગઢ શહેર અને જિલ્લામાં ૩પ કેસ કોરોનાના નોંધાયા હતા જયારે ૪ર લોકોને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા ર૦૪૭ થઈ છે. જયારે જૂનાગઢ શહેર અને જિલ્લાના ૧૭૬ કન્ટેનમેન્ટ ઝોનનાં ૧,પરપ ઘરોમાં પ,૯૩૪ લોકો વસવાટ કરી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews