જૂનાગઢ : જાેષીપરાના ઓઘડનગર વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું, ૩ ની અટક

જૂનાગઢ શહેરના જાેષીપરા વિસ્તારમાં આવેલ ઓઘડનગર વિસ્તારમાં ધમધમતા કુટણખાના ઉપર પોલીસે દરોડો પાડી સંચાલક અને બે ગ્રાહક સહિત ત્રણને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે પોલીસમાંથી મળતી વિગતો મુજબ બી ડિવીઝન પોલીસને બાતમી મળી હતી કે જૂનાગઢ શહેરના નાથીબૂ મસ્જીદ પાસે રહેતા સાહિદ સાજીદભાઈ સોરઠીયા ઓઘડનગરમાં આવેલ શ્રીજી વંદના એપાર્ટમેન્ટમાં ખાલી પડેલા બ્લોકમાં બહારથી દેહ વિક્રયનો ધંધો કરતી મહિલાને બોલાવી કુટણખાનું ચલાવે છે. આ બાતમીના આધારે બી ડિવીઝન પોલીસે દરોડો પાડી કુટણખાનાના સંચાલક સાહિદ સામજીભાઈ સોરઠીયા અને બે ગ્રાહકો ઘાંચીવાડામાં રહેતો ફૈઝલ ફારૂકભાઈ મુળીયા તથા આમીર આમીનભાઈ મુળીયાની અટક કરી છે. પોલીસની તપાસ દરમ્યાન સાહિદ સોરઠીયા બહારથી દેહવિક્રય કરતી મહિલાને બોલાવી આપતો હોવાનું ખુલ્યું હતું અને તેની તલાશી લેતાં તેની પાસેથી રોકડા રૂા. ૩,૦૦૦, કોન્ડોમ મળી આવ્યા હતા. પોલીસે ગ્રાહક પાસેથી રૂા.ર૦૦ મળી કુલ રૂા. ૩,ર૦૦ની રોકડ, કોન્ડોમ જપ્ત કરી આ અંગે બી ડિવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!