દ્વારકા વિસ્તારમાં મેઘરાજાનું ફરી આગમન થતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ભાદરવા માસનાં અંતિમ દિવસોમાં ફરી વખત મેઘરાજાનું આગમન થતા સર્વત્ર લીલા દુષ્કાળથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે. ત્યારે દ્વારકામાં ફરી વખત વધુ બે ઈંચ જેટલો વરસાદ ખાબકી પડતા શહેરનાં નિચાણવાળા વિસ્તારોમાં ફરી પાણી ભરાયા છે. પાલિકા દ્વારા ભારે વરસાદને લીધે ભરાયેલા પાણીનાં નીકાલ માટે યોગ્ય વ્યવસ્થા કરી પ્રજાને રાહત આપેલ હતી. ત્યારે ફરી વખત મેઘરાજાએ પધરામણી કરતા શહેરનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને આમ જનતા વરસાદથી ત્રાહીમામ પોકાટ્ઠષ્ઠષ્ઠષ્ઠરી ગઈ છે તથા ફરી વખત પાણીનાં નિકાલ માટે તંત્ર દોડતું થઈ ગયું છે. વરસાદને કારણે દ્વારકાનાં સમુદ્રમાં ભારે કરંટ જાેવા મળેલ અને તરંગો ખૂબ જ ઉંચે સુધી ઉછળતા જાેવા મળેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!