૧૪ સપ્ટેમ્બરને વિશ્વ હિન્દી દિન તરીકે ઉજવવામાં આવે છે. એક રીપોર્ટ મુજબ ડીજીટલ યુગમાં હિન્દી ભાષાને સૌથી વધુ ફાયદો થયો છે. ૨૦૧૬માં રાષ્ટ્રભાષા વાચનાર વર્ગ ૫.૫ કરોડ હતો. જે ૨૦૨૧ સુધીમાં તેનાથી અનેકગણો કરોડોની સંખ્યામાં વધી જશે તેવો અંદાજો છે. મહત્વનું છે કે ગુગલમાં હિન્દી કન્ટેન્ટ વાચનારની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહયો છે. ભારતથી સાત સમંદર પાર ઓસ્ટ્રલિયામાં પ્રો. ઈયાન વુલફોર્ડ હિન્દી ભાષા માટે ખૂબ સારૂ કામ કરી રહયા છે અને તેમની મહદ અંશે ટિવટ હિન્દી ભાષામાં હોય છે. આવા અનેક હિન્દીપ્રેમી વિદેશીઓ છે. આ ઉપરાત સામાન્ય રીતે ક્રિકેટ મેચ દરમ્યાન દુરદર્શન ઉપર હિન્દીમાં કોમેન્ટરી સંભળાતી પરંતુ છેલ્લા એક દશકામાં અન્ય બ્રોડકાસ્ટર્સ પણ ક્રિકેટની સાથે અન્ય રમતોમાં હિન્દી કોમેન્ટરી શરૂ કરી છે જે હિન્દી ભાષાના વધી રહેલ પ્રભાવને દર્શાવે છે. ઉલ્લેખનિય છે કે હિન્દીની દેવનાગરી લિપિ દુનિયાની સર્વશ્રેષ્ઠ લિપિ માનવામાં આવે છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews