આશિષભાઈ એમ. રાવલની યાદીમાં જણાવ્યા અનુસાર કોરોના મહામારીના ૪૦ દિવસના લોકડાઉન દરમ્યાન ભવનાથ ઝુંપડપટ્ટીમાં જરૂરિયાત મંદોની સાથે ભવનાથ સ્થિત સનાતન ધર્મશાળામાં આવતા કોરોનાના દર્દીઓને ભોજન તથા દવાઓ આપવા જતા ત્યારે ભવનાથ વિસ્તારમાં કઈ જગ્યા ઉપર જરૂરિયાતમંદ વ્યક્તિઓ છે તે અંગે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટને પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ મકવાણા મદદરૂપ થતા અને માર્ગદર્શન પૂરૂ પાડતા તેમજ જરૂરિયાતમંદોને મદદ કરવા હંમેશા આગળ રહેતા અને ખૂબ જ મદદરૂપ થતા સ્વાભાવે ઉદાર, ખૂબ જ માયાળુ અને બીજાને મદદરૂપ થવાની ભાવના વાળા વ્યક્તિની બદલી થતી હોય ત્યારે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તેની નોંધ લઈ અને ગઈકાલે ભવનાથ ચોકી ખાતે મુકેશભાઈ મકવાણાનો વિદાય સમારંભ યોજાયો હતો આ તકે શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સુમિતભાઈ વ્યાસ, પાર્થભાઈ ત્રિવેદી, પી.રાવલ, નવાઝભાઈ શેખ, હર્ષદભાઈ જાની તથા ધવલભાઈ વ્યાસ દ્વારા હાર, પુષ્પગુચ્છ અને સાલ ઓઢાળી મોમેન્ટો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વિદાય સમારંભ પ્રસંગે ભવનાથ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.એસ.આઈ. કછોટ, રાજુભાઇ ઉપાધ્યાય તથા ભવનાથ પોલીસ સ્ટાફ પરિવાર તથા જીઆરડી, હોમગાર્ડના સભ્યો હાજર રહેલા અને વિદાય આપવામાં આવેલ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews