જૂનાગઢનાં સરગવાડામાંથી ૬૩ પેટી વિદેશી દારૂ ઝડપાયો

જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના અંતર્ગત રીડર પીઆઈ કે.કે. ઝાલાનાં માર્ગદર્શન હેઠળ પો.હે.કો. ગીરીરાજસિંહ વાઘેલાને બાતમી મળતાં સરગવાડા ગામે ભાવેશભાઈ રબારી, નિલેશભાઈ રબારી, ભુપત રબારી, અનીલ મરાઠા અને અશોક ઉર્ફે બકાલી દેવીપૂજક બધા મળીને ભાગીદારીમાં સરગવાડા ગામમાં રેલ્વે ફાટક પાસે આવેલ શની ઈન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની બાજુમાં બંધ હાલતમાં પડતર પડેલ ગોડાઉનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પેટી નંગ-૬૩, બોટલ નંગ-૭પ૬ મળી કુલ કિંમત રૂા. ૩,૪૪,૧૬૦નો જપ્ત કરેલ છે. જયારે નાસી જનાર તમામ આરોપીને ઝડપવા પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે આ કામગીરીમાં પીએસઆઈ પી.જે. રામાણી, એસ.એમ. દેવરે, ગીરીરાજસિંહવાઘેલા, રોહિતસિંહ વાળા, ભરતભાઈ ચાવડા, રમેશભાઈ શીંગરખીયા, ભુપતસિંહ સીસોદીયા, પ્રવિણસિંહ મોરી જાેડાયેલ હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!