જૂનાગઢના નરસિંહ મહેતા તળાવ નજીક કેમીકલ લીકેજ થઈ પાણીમાં ભળતાં હજારો માછલા મરેલી હાલતમાં જાેવા મળતાં જીવદયાપ્રેમીઓમાં અરેરાટી પ્રસરી ગઈ છે. આ અંગે જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટના હિતેશભાઈ સંઘવી અને કેતનભાઈ દોશીએ જણાવ્યું હતું કે, જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા તળાવ જયાંથી ઓવરફલો થાય છે ત્યાં હજારોની સંખ્યામાં માછલા મરેલી હાલતમાં જાેવા મળ્યા હતા. બાજુમાંથી કેમીકલ લીકેજ થઈ તળાવના પાણીમાં આવતાં આ માછલા મોતને ભેટયા છે. હજુ પણ પાણી ઉપર કેમીકલ તરતું દેખાય છે ત્યારે પાણીમાં કેમીકલ છોડવાથી જીવ હિંસા થઈ હોય જીવદયામાં અરેરાટી ફેલાવા સાથે જવાબદારો સામે તંત્ર પગલાં ભરે તેવી માંગણી ઉઠવા પામી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews