જૂનાગઢ : શાકભાજી માર્કેટીંગ યાર્ડ ખાતે રીંગણાનાં વેપાર બાબતે બોલાચાલી : મારમાર્યાની ફરિયાદ

0

જૂનાગઢમાં શાકભાજી માર્કેટીંગ યાર્ડ ખાતે રીંગણાના વેપાર બાબતે બોલાચાલીમાં માર મારવાનો બનાવ બનેલ છે. આ અંગે ભેંસાણ તાલુકાનાં પંચવાડા ગામનાં અમરસિંહ જુવાનસિંહ ભાટી (ઉ.વ.ર૩)એ આ કામના આરોપી ફેજાન ફિરોઝભાઈ, રમેશ મેર, રામદેવ રમેશભાઈ મેર, કાલુ તથા અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ છે કે આ કામના ફરિયાદી તથા શાકભાજી માર્કેટીંગ યાર્ડમાં વેપાર કરતા હતા. આ દરમ્યાન આ કામના આરોપી નં.(૧) થી (૪) નાઓ આવી રીંગણાના વેપાર બાબતે માથાકુટ કરી ઉશ્કેરાઈ જઈ ફરીયાદી તથા સાહેદને ઢીકાપાટુનો માર મારવા લાગેલ દરમ્યાન આજુબાજુના અજાણ્યા થડાવાળા ચારેક ઈસમો ભેગા થઈ ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદી તથા સાહેદોને ઢીકાપાટુનો માર મારેલ તેમજ આરોપી નં.(૧) એ ફરીયાદીને લાકડી વડે અને નં.(૪) એ પ્લાસ્ટીકનું કેરેટ ફરીયાદીના માથામાં મારી દઈ ઈજાઓ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી ગુનો કર્યાની ફરિયાદ નોંધાવતા આગળની વધુ તપાસ એ-ડિવીઝન પીએસઆઈ વી.આર. ચાવડા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!