કેશોદ તાલુકાના અખોદર ગામે ચોમાસાની શરૂઆતથી જ વરસાદી પાણીની સમસ્યાનો ગ્રામજનો સામનો કરી રહ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમોના પાણી છોડવામાં આવતા અખોદર ગામે અવાર નવાર પાણી આવતા ચોમાસાની શરૂઆતથી જ ગામ નજીક આવેલ પુલ ઉપરથી પાણી બંધ થયેલ નથી અને પુલ પણ નબળો હોવાથી વાહન પસાર કરવા કે પગપાળા પસાર થવું મુશ્કેલ બને છે તો વધુ પાણી પુલ ઉપરથી જતું હોય ત્યારે વાહનવ્યવહાર ખોરવાય છે સાથે પગપાળા પણ પસાર થઈ શકાતું નથી છતાં પણ તંત્ર દ્વારા ચેતવણી દર્શક બોર્ડ પણ લગાવવામાં નથી આવેલ અને ઘણા સમયથી પુલ નબળો હોવા છતાં રીપેરીંગ કરવામાં નથી આવતો ત્યારે પુલ ઉપરથી જીવના જોખમે વાહન ચાલકો વાહન પસાર કરી રહ્યા છે તો કોઈ રાહદારીઓ પગપાળા પસાર થઇ રહ્યા છે ત્યારે ગઈકાલે બનેલ ઘટનામાં દુધ પરીવહન કરવા જતી રીક્ષા પુલ ઉપરથી નીચે ખાબકી હતી જેમાં રીક્ષા ચાલક તથા અન્ય એક વ્યક્તિને ગ્રામજનો દ્વારા પાણીમાંથી બહાર કાઢતા બન્નેનો આબાદ બચાવ કરવામાં સફળતા મળી હતી. બાદમાં મહમહેનતે રીક્ષા પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. દર વર્ષે આવી પરિસ્થિતિમાં વાહનચાલકો જીવના જોખમે વાહન પસાર કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ચેતવણી દર્શક બોર્ડ લગાવવામાં આવશે કે કેમ તે જોવાનું રહ્યું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews