હાથરસમાં યુવતિ ઉપર થયેલા દુષ્કર્મના વિરોધમાં જૂનાગઢ વાલ્મિકી ન્યાયપંચ કમિટીએ આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં ઉત્તરપ્રદેશના હાથરસમાં વાલ્મિકી સમાજની દિકરી ઉપર નરાધમોએ આચરેલા સામુહિક દષ્કર્મનો આક્રોશ સાથે ઉગ્ર વિરોધ વ્યકત કરી જૂનાગઢમાં શ્રી વાલ્મિકી સમાજ ન્યાય પંચ કમિટી દ્વારા રાષ્ટ્રપતિને સંબોધતું આવેદનપત્ર વહીવટી તંત્રને આપ્યું હતું જેમાં આવી ઘટનાનું પુનરાવર્તન રોકવા, આરોપીઓને કડક સજા કરવા અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી આરોપીઓને ફાંસીની સજા આપવા માંગણી કરવામાં આવી છે. આ તકે વાલ્મિકી સમાજના દિનેશ ચુડાસમા, અશ્વિન ઝાલા, મુકેશભાઈ બોરીયા, પ્રવિણ વાઘેલા, વિજયભાઈ વાળા, પ્રદિપભાઈ જેઠવા, પ્રેમજીભાઈ પરમાર, પરસોત્તમભાઈ પરમાર તેમજ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!