માળીયાહાટીનાનાં ધરમપુર ખાતે મકાનમાંથી રૂા. પ૪ હજારના દાગીના, રોકડની ચોરીની ફરિયાદ

0

માળીયાહાટીનાનાં ધરમપુર ખાતે રહેતા ભરતભાઈ સોલંકીએ તેના ઘરમાં સોના, ચાંદીના દાગીના, રોકડ સહિત રૂા. પ૪ હજારની ચોરી થયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરીયાદીએ કરેલી પોલીસ ફરિયાદમાં જણાવેલ છે કે, તા. ૧-૧૦-ર૦ર૦ના રોજ ૮ થી ૧૮ કલાક દરમ્યાન કોઈ અજાણ્યા શખ્સોએ ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરી, રૂમમાં પડેલ લોખંડના પતરાની પેટીમાં રાખેલ સોના, ચાંદીના દાગીના કિંમત રૂા. ૪૬,૦૦૦, રોકડ રૂા. ૮,૦૦૦ મળી કુલ રૂા. પ૪,૦૦૦ની ચોરી કરી ગયા છે. આ અંગે માળીયાહાટીના પીએસઆઈ એચ.વી.રાઠોડે વધુ તપાસ હાથ ધરી છેે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!