ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા આયોજિત આંતર રાષ્ટ્રીય સન્માન સમારોહમાં ભાગ લેવા અપાયું નિમંત્રણ

0

તાજેતરમાં અમદાવાદ ખાતે યોજાયેલ ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સમારંભમાં બેસ્ટ પ્રોડ્યૂસર અને અભિનેત્રી તરીકે એવોર્ડ મેળવીને સોરઠ સુંદરી એવી ચાંદની પરમારે સૌરાષ્ટ્રને ગૌરવ અપાયેલ છે. ત્યારે ઓલ મીડિયા કાઉન્સિલ દ્વારા મહિલા વિંગમાં ગુજરાત પ્રદેશના મહામંત્રી તરીકે નિમણુંક અપાતા ગુજરાતને ગૌરવ અપાયેલ છે અને આગામી નવેમ્બર માસમાં દુબઇ ખાતે આયોજિત આંતર રાષ્ટ્રીય ફિલ્મ એન્ડ ટેલિવિઝન એવોર્ડ સન્માન સમારોહમાં અતિથિ વિષેશ તરીકે ઉપસ્થિત રહેવા રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્મા દ્વારા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. જયારે રાજ્યભરમાંથી તેમના ચાહકો દ્વારા અભિનંદન વર્ષા થઇ રહેલ છે.
સૌ કોઈની જાણીતી આ સોરઠ સુંદરી ચાંદની પરમારે યૂટ્યૂબ ચેનલ દ્વારા શ્રેણીબદધ સામાજિક ફિલ્મોનું નિર્માણ કરીને પોતાના જ અભિનયમાં લાખો ગુજરાતી દર્શકોના દિલ જીતનાર આ અભિનેત્રીએ સૌરાષ્ટ્ર અને છેલ્લે ગુજરાત રાજ્યને ગૌરવ અપાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!