ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા ત્રિકોણબાગે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાં પાસે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે ફૂલહાર કરી મહાત્મા ગાંધી અમર રહો, લાલબહાદુર શાસ્ત્રી અમર રહોના નારા લગાવેલ હતા. ત્યારબાદ લોકોના વિવિધ પ્રશ્નોને લઇ વિરોધ વ્યક્ત કરેલ હતો જેમાં શિક્ષણના પ્રથમ સત્રની ફી માફ કરવા, ખેડૂત વિરોધી કાળા કાયદાનો વિરોધ, યુપીમાં બનેલી ઘટના સહીત લોકોના વિવિધ પ્રશ્નોને લઇ ભાજપ સરકાર વિરૂધ્ધ સુત્રોચાર કરી બેનરો સાથે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં ઉના-ગીરગઢડા તાલુકા મતવિસ્તારના ધારાસભ્ય પુંજાભાઈ વંશ, બાલુભાઇ હીરપરા, ગુણવંતભાઇ તળાવીયા, રામભાઇ ડાભી, કમલેશભાઇ બાંભણીયા સહિત કોંગ્રેસ કાર્યકર્તાઓએ હોદેદારો, સરપંચો, મહીલા આગેવાનો, યુથ કોગ્રેસ દ્વારા ધરણા ઉપર ઉતર્યા હતા. આ ધરણા દરમ્યાન પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળ ઉપર પહોંચી ગયેલ અને બાદમાં ધારાસભ્ય પુંજા વંશ સહીત તમામ કાર્યકરોની અટકાયત કરી ઉના પોલીસ સ્ટેશનને લઇ જવામાં આવ્યા હતા બાદમાં મુક્ત કરી દેવામાં આવેલ હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews