રાજય ભરનાં વકીલોને સ્વરક્ષણ માટે હથીયાર પરવાનો આપવા તેમજ એડવોકેટ પ્રોટેકશન બીલ લાવવા બાબત ચોરવાડનાં યુવા એડવોકેટ રોહિત મકવાણાની મુખ્યમંત્રીને રજૂઆત

0

ચોરવાડનાં યુવા એડવોકેટ રોહિત મકવાણાની વકીલો ઉપર બનતા બનાવ અંગે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કાયદામંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ ગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાને એક વિસ્તૃત પત્ર પાઠવી રજૂઆત કરેલ છે. કે થોડા સમય પહેલા જામનગર મુકામે અમારા પરિવારનાં એક વકીલ સભ્યની હત્યા કરવામાં આવી હતી. જેની હજી શાહી સુકાઈ નથી ત્યાં ફરી વખત અમારા જ વકીલ પરિવારનાં સભ્ય ઉપર ગત તા.રપ-૯-ર૦ર૦નાં રોજ કચ્છનાં રાપર ખાતે દેવજીભાઈ મહેશ્વરીની ધોળા દિવસે હત્યાં કરવામાં આવેલ છે. જે ઘટના ખૂબ જ નિંદનીય અને દુઃખ દાયક છે. આવી જ રીતે જાે વકીલો ઉપર પોતાની પ્રેકટીસ દરમ્યાન કામો અંગે રાગ દ્રેશ રાખી હત્યાઓ કરી દેવામાં આવશે તો આપણા રાજયમાં આપણે હાલમાં જ જે ગુંડા વિરૂધ્ધ એકટ બનાવ્યો તેનું મહત્વ શું ? વકીલો ઉપર જ આવા બનાવ બનશે તો વકીલનાં પરિવારની જવાબદારી કોની ? રોજ બરોજ કોર્ટમાં અસંખ્ય કેસોમાં સજા કરવામાં આવે છે. આ તમામ ચુકાદામાં વકીલની જ ભૂમિકા મહત્વની છે. માટે રાજયનાં વકીલોનાં રક્ષણ માટે અને રાજયની સુરક્ષા અકબંધ રહે તે માટે રાજય ભરનાં વકીલોને મદદરૂપ થવા માટે પ્રોટેકશન એકટ લાગું કરવો જાેઈએ અને દરેક વકીલોને પોતાનાં વકીલતનાં વ્યવસાય અંગેનાં પુરતા પુરાવાને જ માત્ર આધાર ગણી વહેલી તકે હથીયાર પરવાનો આપવો જાેઈએ તેવું અંતે જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!