શીલોંગ, મેઘાલયનાં અધ્યાપકોને ઓનલાઇન શિક્ષણ અંગેભાવનગર યુનિ.નાં વિનયન વિદ્યાશાખાનાં ડીન અને અંગ્રેજી ભવનનાં અધ્યક્ષ ડો. દિલીપ બારડ દ્વારા પ્રશિક્ષણ અપાયું

0

કોરોના મહામારીની વિકટ પરિસ્થિતિમાં ભારતભરનાં રાજ્યોનાં શિક્ષકો ઓનલાઇન શિક્ષણ અંગે પ્રશિક્ષણ લઈ રહ્યા છે. બધા જ શિક્ષકોમાં ચિંતા પ્રવર્તે છે કે ‘રીમોટ ઓનલાઇન શિક્ષણ’ને રસપ્રદ કેમ બનાવવું ? કઈ રીતે વિદ્યાર્થીઓને સંલગ્ન રાખવા અને ઓનલાઇન શિક્ષણની પ્રક્રિયાના ભાગીદાર બનાવવા ? આ અંગે શીલ્લોંગ, મેઘાલયની ‘લેડી કિઅન કોલેજ’નાં ૈંઊછઝ્ર દ્વારા તેમની કોલેજના અધ્યાપકોને પ્રશિક્ષિત કરવા અંગે દ્વિ-દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યશાળાના સમગ્ર આયોજનમાં અંગ્રેજી ભવનના અધ્યક્ષ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.ના આર્ટસ ફેકલ્ટીના ડીન તેમજ ભાવનગર યુનિ.ના ડિઝિટલ ઇન્ડિયા સેલના કોઓર્ડિનેટર ડો. દિલીપ બારડની સેવા લેવામાં આવી હતી.
સમગ્ર કાર્યશાળાની રૂપરેખા તૈયાર કરવામાં તેમજ મુખ્ય રેસોર્સ પર્સન તરીકે ડો. દિલીપ બારડને શીલ્લોંગ, મેઘાલયની આ કોલેજ દ્વારા આમંત્રિત કરવામાં આવેલ હતા. આ ઓનલાઇન પ્રશિક્ષણ શિબિરમાં મેઘાલયના આશરે ૭૫ અધ્યાપકો જોડાયા હતા. બે દિવસની શિબિરમાં ભારતના પશ્ચિમ છેડાના રાજ્ય, ગુજરાતના ભાવનગરની યુનિ.ના અંગ્રેજી ભવનમાંથી છેક ભારતના પૂર્વી છેડે આવેલ મેઘાલયના અધ્યાપકોને ટેકનોલોજીના માધ્યમથી જોડી, ઓનલાઈન શિક્ષણ માટે પ્રશિક્ષિત કરવાનો આ પહેલો બનાવ હશે. મ.કૃ. ભાવનગર યુનિ. માટે તેમજ ગુજરાત માટે પણ આ ગર્વ લેવા જેવી બાબત છે કે આ કોરોના આપત્તિ કાળમાં વિકટ પરિસ્થિતિને અવસરમાં બદલીને યુનિ.ના અધ્યાપક ભારતના છેવાડાના રાજ્યોના અધ્યાપકોને પ્રશિક્ષિત કરવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. આ ઓનલાઇન પ્રશિક્ષણ શિબિરમાં મેઘાલયના અધ્યાપકોને કોન્ટન્ટ મેનેજમન્ટ સિસ્ટમ, લર્નિંગ મેનેજમેન્ટ સિસ્ટમ, લાઈવ ટીચિંગ, વિડિઓ રેકોર્ડિંગના નવા વિકલ્પો દ્વારા અસરકારક ઓનલાઇન શિક્ષણ માટે તૈયાર કરવામાં આવેલ હતા. આ કોરોના લોકડાઉનમાં શાળા-કોલેજો બંધ રહેતા શિક્ષકોમાં ઓનલાઇન શૈક્ષણિક કાર્ય ને સુદ્રઢ બનાવવા માટેના ઉત્તમ વિકલ્પો અને અભિનવ વિચારો જાણવાની ભૂખ ઉઘડી છે. આ સમયે યુનિ.ના ડિઝિટલ ઇન્ડિયા સેલના કોઓર્ડિનેટર દિલીપ બારડ દ્વારા મેઘાલયના અધ્યાપકો ઉપરાંત ચેન્નાઇ, તામિલનાડુના અધ્યાપકોને પણ આ રીતે પ્રશિક્ષિત કરેલા છે. તેઓએ મ.કુ. ભાવનગર યુનિ. સાથે જોડાયેલી કોલેજના ૪૦૦ અધ્યાપકોને પણ એક સપ્તાહના ઓનલાઇન પ્રશિક્ષણ શિબિરમાં ટ્રેનિંગ આપેલી છે. શીલ્લોંગ, મેઘાલયના અધ્યાપકોએ તેઓના પ્રતિભાવમાં જણાવ્યું છે કે આ ટ્રેનિંગથી તેઓના ઓનલાઈન શૈક્ષણિક કાર્ય ખૂબજ સક્ષમ થશે અને વિદ્યાર્થીઓ પણ લાભાંવીત થશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!