ફાઇનાન્સિંગ માટે નાબાર્ડ અને એસબીઆઈની વચ્ચે MOUs હસ્તાક્ષર

0


ડી.કે. મિશ્રા, સીજીએમ, નાબાર્ડ અને શ્રી દુધબંધુ રથ, સીજીએમ, એસબીઆઇ અમદાવાદ સર્કલ દ્વારા એસબીઆઈ, લોકલ હેડઓફિસમાં ૫ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ નાબાર્ડ અને એસબીઆઇ વચ્ચેના એમઓયુ ઉપર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જેમાં વીડિયો કોન્ફરન્સ દ્વારા સી.એસ. સેટ્ટી, એમડી (આર એન્ડ ડીબી), એસબીઆઈ અને સંજીવ નૌટિયાલ, ડીએમડી (એફઆઇએમએમ), એસબીઆઇ, બરકત અલી, સીજીએમ (વ્યાપાર વિકાસ), એફઆઇએમએમ, કોર્પોરેટ સેન્ટર, એસબીઆઈ, પીવીએસએનએલ મૂર્તિ, સીજીએમ, ચીફ સ્ટ્રેટેજી ઓફિસર, એસબીઆઇ, મધુકર આનંદ, જી એમ, એફઆઇએમએમ, અમદાવાદ સર્કલ હાજરી આપી છે. એસ. કે. પાનીગ્રહી, રિઝનલ ડિરેક્ટર, આરબીઆઈ, અમદાવાદ, શ્રીમતી. સી. સરસ્વતી, ડીજીએમ, નાબાર્ડ અને ડો. જી આર ચિંતાલા, અધ્યક્ષ, નાબાર્ડ અને તમામ ડીજીએમ અને વરિષ્ઠ અધિકારીઓ એલએચઓએ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આજે આ ત્રણ એમઓયુ ઉપર હસ્તાક્ષર સાથે, અમારૂ ઉદ્દેશ્ય લોકો માટે ક્રેડિટ સપોર્ટને પ્રાપ્ય બનાવવાનો લક્ષ્ય છે જેઓને આની સૌથી વધારે જરૂર છે અને જેઓ અત્યાર સુધી જાણકારીના અથવા યોજનાની અનુપલબ્ધતાને કારણે આ કરી શક્યા નથી તેવા લોકોને સામિલ કરવાનો છે. પ્રથમ એમઓયુ સંયુક્ત લાયબિલિટી ગ્રુપ (જેએલજી) અને સ્વ-સહાય જૂથ પ્રોજેક્ટ ‘ઇ-શક્તિ’ હેઠળ નાણાંકીય સહાય માટે છે. આ એમઓયુનું ધ્યેય કેન્દ્રિત સંસ્થા ધિરાણ દ્વારા જેએલજી અને એસએચજીની ક્રેડિટ આવશ્યકતાઓને પૂર્ણ કરવા માટેનો છે. ગુજરાત રાજ્યમાં આપણી પાસે ૧.૧૦ લાખ JLGs અને ૨.૩૫ લાખ એસ.એચ.જી. છે, જે ફોલો અપ અને ક્રેડિટ જોડાણ માટેની શાખાઓ છે. બીજો એમઓયુ ખેડૂતના ઉત્પાદક સંગઠનો (એફપીઓ)ને ક્રેડિટના પ્રવાહને સંયુક્ત રીતે ટેકો આપવાનો ઇરાદો ધરાવે છે. આ એમઓયુ હેઠળ ૧૦૦ FPOs ને વર્કિંગ કેપિટલ જરૂરિયાતો / ટર્મ ધિરાણના માર્ગ દ્વારા ક્રેડિટ સપોર્ટ, આજથી શરૂ થનારા ૩ વર્ષના સમયગાળા દરમ્યાન એફપીઓ માટે લંબાવવામાં આવશે. ત્રીજો એમઓયુ, વોટરશેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ક્ષેત્રમાં પ્રાથમિક, માધ્યમિક અને તૃતીય ક્ષેત્રો અને માઇક્રો એગ્રો પ્રોસેસિંગને આવરી લેતી આર્થિક પ્રવૃત્તિઓને સંયુક્ત રીતે ટેકો આપવાનો ઇરાદો ધરાવે છે. આશરે ૨ લાખ સિંચાઈ પ્રવૃત્તિઓને ધિરાણ આપવાની સંભાવના છે, જેની લીડ નાબાર્ડ દ્વારા શેર કરવામાં આવશે. આજે આ ત્રણ એમઓયુ ઉપર હસ્તાક્ષર સાથે, અમે નાબાર્ડ સાથે પરસ્પર લાભદાયી પ્રવાસ શરૂ કરી રહ્યા છીએ.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!