સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડમાં મગફળી સહિતની જણસીઓની ભરપુર આવક

0

સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડમાં મગફળી જેવા રવિ પાકો અને જણસીઓની ભરપુર આવક શરૂ થઇ છે જેમાં મગફળીના સૌથી ઉંચા રૂા.૧,૦૩૫ ના ભાવે વેંચાણ થયેલ હોવાનું સુત્રાપાડા યાર્ડના પદાધિકારીએ જણાવેલ છે. ગીર સોમનાથમાં કોડીનાર હાઇવે ઉપર પ્રાંસલી પાસે આવેલા સુત્રાપાડા માર્કેટીંગ યાર્ડમાં નવી ખરીફસીઝનની શરૂ થતા મગફળી સહિતની અન્ય જણસીઓની ભરપુર આવકો શરૂ થયેલ છે. આગામી દિવસોમાં મોટા જથ્થામાં જણસીઓ આવવાની સંભાવના વર્તાતી હોવાના પગલે યાર્ડના સત્તાધીશોએ જરૂરી સુવિધા સાથેની તૈયારીઓ અત્યારથી પુર્ણ કરી દીધી છે. જે અંગે યાર્ડના ચેરમેન દિલીપ જશાભાઇ બારડે જણાવેલ કે, યાર્ડમાં જણસીઓ વેંચવા આવતા ખેડુતોને કોઇ મુશ્કેલી ન પડે અને વેપારીઓ આસાનીથી ખરીદી કરી શકે તે માટે સુચારૂ આયોજન કરાયેલ છે. યાર્ડમાં ખુલ્લી હરાજીમાં વ્યાજબી ભાવો મળી રહે તેવી વ્યવસ્થા વેપારીઓને સાથે રાખી અમલી બનાવાઈ છે. યાર્ડમાં આવેલ જુદી-જુદી જણસીઓનું સારા ભાવમાં વેંચાણ થયેલ છે જેમાં મગફળીનો ભાવ રૂા.૬૨૫ થી ૧,૦૩૫, બાજરી રૂા.૨૦૦ થી ૨૬૦, ઘઉં રૂા.૨૫૦ થી ૩૦૫, ચણા રૂા.૮૩૫ થી ૯૯૦, કાળા તલ રૂા.૧,૪૮૮ થી ૨,૨૮૦ ચાલી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!