વેરાવળ : બાલાજી વેફર્સના ગોડાઉનમાં થયેલ ચોરીમાં એક શખ્સ ઝડપાયો

વેરાવળમાં બાલાજી વેફર્સના ગોડાઉનના સિમેન્ટના પતારામાં બાકોરૂ પાડી રોકડ રકમ સહીતના મુદામાલની ચોરી થયેલ જે ગુન્હાનો ભેદ ગણતરીની કલાકોમાં જ પોલીસે ઉકેલી એક શખ્સને રોકડ રકમ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સીટી પી.આઇ. ડી.ડી.પરમારે જણાવેલ કે, પોલીસ મળેલ બાતમીના આધારે પીએસઆઇ આર.એ. ચનીયારા, દેવદાનભાઇ, નટુભા બસીયા, સહિતના સ્ટાફે મહિલા કોલેજ નજીક આવેલ બાલાજી વેફર્સના ગોડાઉનના સીમેન્ટના પતરામાં બાકોરૂ પાડી ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂા. પાંચ હજાર તથા ગોડાઉનમાં રહેલા ફરાળી ચેવડા, આલુ સેવના પેકેટો રૂા.૩૦૦૦ તેમજ થર્મલ મશીન નંગ ચારને તોડી નાખી કુલ રૂા. ર૮ હજારનું નુકશાન કરેલ હોય જે ચોરીના આરોપી અંગે પો.કો. હિરેનભાઇ કિશોરભાઇને મળેલી બાતમીના આધારે પ્રકાશ ઉર્ફે ટેણી ગડુભાઇ મકવાણાને મેગીના કાર્ટૂન નંગ-૪ તથા ફૂડ પેકેટ નંગ-૨ તથા રૂા.૫૦૦૦ના મુદામાલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!