જૂનાગઢ શહેરનાં લોકોને રસ્તાની સારી સુવિધા મળી શકે તે માટે જૂનાગઢ મનપા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ અગાઉ પણ જૂનાગઢ શહેરની જનતાને જણાવ્યું હતું કે લોકો થોડીક ધીરજ અને ધરપત રાખશે તો ટુંક સમયમાં જૂનાગઢ શહેરનાં રસ્તાને નવા રૂપરંગ સાથે લોકોને અર્પણ કરવામાં આવશે. આ દરમ્યાન ચોમાસાના દિવસો ભારે વરસાદ અને રસ્તાની મુશ્કેલી સતત વધતી રહી એટલું જ નહીં રસ્તાઓને લઈને જુદા-જુદા નુસ્ખાઓ પણ ઉઠવા લાગ્યા એટલું જ નહીં રસ્તાઓનાં પ્રશ્ને પસ્તાળ પણ પડી પરંતુ જેમ સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવે એ ક્રમ સતત ચાલ્યા રાખતા હોય છે. હવે જૂનાગઢવાસીઓને પણ રસ્તાનું સુખ મળે તેવા સંજાેગો ઉભા થયાં છે. ગઈકાલે સ્ટેન્ડીંગ કમિટીની યોજાયેલી બેઠકમાં રસ્તાનાં કામોને મંજુરી અપાઈ ગઈ છે. અંદાજે રૂા.ર૦ કરોડનાં ખર્ચે રાજમાર્ગોને પેવરથી મઢવામાં આવશે. જૂનાગઢ મનપાના કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે, વર્ક ઓર્ડર અપાઈ ગયા બાદ જે તે પાર્ટી ડિપોઝીટ ભરી આપે એટલે નવા રસ્તાની તાત્કાલીક આ કામગીરીનો શુભારંભ થશે. ગઈકાલે મોટાભાગની કામગીરી પુરી કરી લેવામાં આવી છે અને ગણત્રીના દિવસોમાં આ કાર્ય શરૂ થઈ શકે છે. અગાઉ પણ જે રીતે જૂનાગઢ શહેરની જનતાને તહેવારોનાં દિવસોમાં નવા રસ્તા આપવાનું જણાવ્યું હતું તે મુજબ અમારા સૌના પ્રયત્નો છે કે જૂનાગઢ શહેરને સારા રસ્તાઓ આપવામાં આવશે તેમ કમિશ્નર તુષાર સુમેરાએ જણાવ્યું હતું.
જૂનાગઢ શહેરને મજબુત રસ્તાની ભેટ મળી જાય તો સોનામાં સુગંધ ભળે તેવું કાર્ય હાથ ધરાયું છે. આમેય આપણું જૂનાગઢ શહેર ઐતિહાસીક અને ધાર્મિક તેમજ પર્યટનધામ તરીકે મશહુર છે ત્યારે આ જૂનાગઢ શહેરનાં રસ્તાઓને લઈને ભારે પસ્તાળ પડી રહી છે. વર્ષો થયાં રસ્તાઓના પ્રશ્ને લોકો દુઃખી દુઃખી છે. આ વર્ષે તો રસ્તાઓએ ભારે તોબાહ પોકરાવી દીધા છે. નજીકનાં દિવસોમાં જ તહેવારોની મોસમ તો આવી રહી છે. આવા સંજાેગોમાં જૂનાગઢ શહેરને સારા રસ્તાની ઝંખના થઈ રહી છે. દરમ્યાન ગઈકાલે જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢની એક સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી હતી. સ્ટેન્ડીંગ કમિટીની બેઠક પહેલા મેયર ધીરૂભાઈ ગોહેલનાં અધ્યક્ષ સ્થાને સંકલન સમિતીની બેઠક પણ મળી હતી. આ બેઠકમાં બાદ સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં મહત્વની કામગીરી જાે કરવામાં આવી હોય તો તે જૂનાગઢ શહેરનાં રસ્તાઓ બાબતનાં નિર્ણય અંગેની કામગીરી કરવામાં આવી છે. આ બેઠકમાં જૂનાગઢ શહેરના ૧ થી ૧પ વોર્ડના પેવર રોડ, રીપેરીંગ, પેચવર્ક અને રિસર્ફેસીંગ કામગીરી માટે ટેન્ડરના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ જૂનાગઢ શહેરના મુખ્ય માર્ગોને ર૦ કરોડના ખર્ચે પેવરથી મઢવામાં આવશે. આ બેઠકમાં ભૂતીયા નળ કનેકશનને લઈ ફરી સભ્યોમાં નારાજગી જાેવા મળી હતી. સરકારે રૂા. પ૦૦ ફી લઈને ભૂતીયા નળ કનેકશનને કાયમી કરી આવા નિર્ણય કર્યો હોવા છત્તાં જૂનાગઢ શહેરના ભૂતીયા નળ કનેકશનને ફી લઈને રેગ્યુલર કરવાનો નિર્ણય પેન્ડીંગ રાખી દેવામાં આવ્યો હતો. સભ્યોની રજૂઆત છતાં સ્થાયી સમિતિએ કરેલા આવા તઘલખી નિર્ણયને કારણે શાસક વિપક્ષ સભ્યોમાં નારાજગી સાથે ગણગણાટ જાેવા મળ્યો હતો. એક બાજુ કોઈપણ મકાન કે કુટુંબ કે રહેવાસી પાણીના કનેકશનથી વંચિત નહી રહે તેવી જાહેરાતનો છેદ સ્ટેન્ડીંગ કમીટીમાં નિર્ણય કરાયો છે. રાજય સરકાર ભલે જાહેરાત કરે પરંતુ જૂનાગઢમાં લોકોને નળ મારફત પાણી વિતરણ નહી થાય તેવી નિતી સામે લોકોમાં રોષ ફેલાયો છે.
સ્ટેન્ડીંગ કમિટિમાં વિવિધ વિકાસ કામો મંજૂર કરાયા
જૂનાગઢ શહેરના વોર્ડ નં.૪, પ ના ખોડલધામ ટાઉનશીપ ખલીલપુર મેઈન રોડથી સિધ્ધીવિનાયક સોસાયટી સુધી રૂા. ૯ લાખના ખર્ચે પાણીની લાઈન નાંખવાના ટેન્ડરની શરતોને મંજૂરી અપાઈ છે. વોર્ડ નં. ૧૦ માં રાંદલના કુવાના પમ્પીંગ સ્ટેશનથી યુકો બેન્ક સુધી અને યુકો બેન્કથી રેડક્રોસ સુધી રૂા. ૧૦ લાખના ખર્ચે પાણીની લાઈનની કામગીરીને મંજૂરી અપાઈ છે. વોર્ડ નં. ૭ માં સિધ્ધીવિનાયક-ર થી જીનીયસ સ્કૂલ, પાવન પાર્ક સોસસાયટીના જુદા જુદા વિસ્ચારો અને રિધ્ધી-સિધ્ધી રેસીડેન્સી ૧ અને ર ના વિસ્તારોમાં રૂા. ૩ર લાખના ખર્ચે પાણીની લાઈનને મંજૂરી આપવામાં આવી છે. આયુર્વેદીક કોલેજ સામે કાળવા નદી ઉપર બનેલ પૂલને જાેડતા દાતાર રોડ, સ્વામિ વિવેકાનંદ ચોકથી જીમખાના સુધી નવા પોલ માટે રૂા. ૧૮ લાખ મંજૂર કરાયા છે. જયારે વોર્ડ નં.૧૦-૧૧ માં સેજની ટાંકીથી જવાહર રોડ, કાળવાચોકથી એમજી રોડ થઈ જીમનાખા સુધી પાણીની લાઈન માટે રૂા. ૧.ર૩ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી છે. આમ આગામી દિવસોમાં જૂનાગઢ શહેરમાં રસ્તાઓ સહિતનાં કામો હાથ ધરવામાં આવશે તેવા નિર્દેશો મળી રહયા છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews