મારૂં ઉમેદવારી પત્રક નિયમ મુજબ માન્ય રહયું છે કોઈને વાંધો હોય તો વિપક્ષ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવી શકે છે : કિરીટ પટેલ

જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી છે અને નિયમ મુજબ મારૂ ઉમેદવારી પત્રક માન્ય રહયું છે ત્યારે આ સામે જે કોઈને વાંધા વચકા હોય તો તેવોએ હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવી શકે તેવો પડકાર જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કર્યો છે.  જૂનાગઢ જીલ્લા ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ કિરટીભાઈ પટેલે યાર્ડની ચૂંટણીમાં ડીરેકટર તરીકે ફોર્મ રજુ કરતાંની સાથે ગઈકાલે વિવાદ ઉઠવા પામ્યો હતો. એટલું જ નહીં ફોર્મ રીજેકટ કરવાની માંગણી સાથે જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર કચેરીએ કોંગ્રેસનાં ધરણાં કરવામાં આવ્યાં હતાં. આમ જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાય તે પહેલા રાજકીય પક્ષો વચ્ચે ઘર્ષણનો મુદો ઉઠવા પામેલ છે. જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું કે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસ હાર ભાળી ગઈ છે અને તેને લઈને ઘાંઘી બની ગયેલ છે. અને સત્તા મેળવવા વિરોધ કરે છે. પરંતુ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થવાનો છે. તેવી ખુલ્લી ચેલેન્જ કિરીટ પટેલે આપી છે. જૂનાગઢ જીલ્લાની અને સોરઠ પંથકની અત્યંત મહત્વની મનાતી જૂનાગઢ માર્કેટીંગ યાર્ડની ચૂંટણીના ઢોલ ઢબુકયા છે અને ભારે ઉત્સાહભેર ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ઉમેદવારી પત્રક ચકાસણીના દિવસે ફોર્મ ચેક કરવામાં આવ્યા હતાં. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે પણ ઉમેદવારીપત્રક રજુ કર્યુ હોય જેથી તેમની ઉમેદવારી રદ કરવાની માંગણી ઉઠવા પામી હતી. એવો મુદો ઉઠાવવામાં આવ્યો હતો કે અગાઉ માર્કેટીંગ યાર્ડનાં બે ટર્મથી ડાયરેકટર અને ચેરમેન હોય જેથી તેમનું ફોર્મ રદ કરવું જાેઈએ આવી રજુઆત કોંગ્રેસના અગ્રણી કિશોરભાઈ હદવાણીએ કરી હતી. અને જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર આર.પી. ખરેડીને ટેલીફોનિક જાણ કરી હતી. પરંતુ તેમને ફોનમાં જવાબ ન દેતા રૂબરૂ જઈ પુછયું હતું. જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રારે તુરંત જવાબ આપવાનાં બદલે રજીસ્ટ્રર એડી.થી જવાબ રવાના કર્યુ હોવાનું જણાવ્યું હતું. દરમ્યાન આગામી તા.૧૬-૧૦-ર૦ર૦નાં રોજ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી યોજાનારી છે અને આ ચૂંટણી યોજાય તે પહેલા જ ભારે ગરમાવો વ્યાપી ગયો છે. માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં વિજેતા બનવા માટેનાં પ્રયાસો પણ શરૂ થઈ ગયા છે. આ દરમ્યાન જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલનું ફોર્મ રીજેકટ કરવાનો મુદો ઉઠવા પામેલ છે. આ બાબતે રજુઆતો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલે જણાવ્યંુ હતું કે, કાયદાની પ્રક્રિયા મુજબ જૂનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અને મારૂ ઉમેદવારી પત્રક નિયમ મુજબ માન્ય રહયું છે. એટલું જ નહીં જાે કોઈને આ બાબતે કાંઈપણ વાંધા વચકા હોય તો તેઓએ હાઈકોર્ટનાં દ્વાર પણ ખખડાવી શકે છે તેમ જણાવી ખુલ્લો પડકાર પણ ફેંકયો હતો. તેમજ આગામી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થવાનો છે તેમ પણ કિરીટભાઈ પટેલે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!