યાત્રાધામ દ્વારકા ખાતે પુરૂષોતમ માસની પૂનમના દિવસથી હજારો ભાવિકોને મોટો સમુદાય દ્વારકા આવવાની શરૂઆત થઈ ગયેલ છે અને પુરૂષોતમ માસના અંતિમ દિવસોમાં ભાવિકોની વધુ ભીડ જામશે. જગતમંદિરમાં દર્શનાર્થે આવતા યાત્રિકોની સંખ્યામાં વધારો થવાથી સ્થાનીક વેપારીઓમાં હર્ષની લાગણી ફેલાઈ છે. દ્વારકામાં યાત્રિકોની અવર-જવર શરૂ થતા છેલ્લા કેટલાય સમયથી શહેરમાં મંદીની લહેરમાં ફસાયેલા વેપારીઓએ હાશકારો અનુભવેલ છે અને ધંધા – રોજગારમાં સુધારો આવેલ છે. યાત્રિકોના પ્રવાહથી શહેરના પ્રસાદ, ખાણી-પીણી, ચા-નાસ્તાના નાના-નાના ધંધાર્થીઓ, રેસ્ટોરન્ટના સંચાલકો સહિત લારી ગલ્લાના ધંધાર્થીઓએ રાહત અનુભવી છે અને હવે પુરૂષોતમ માસના બાકી દિવસોમાં ટ્રાફીક વધવાની આશા સાથે ધંધા-રોજગાર નિયમીત થવાની આશાઓ વ્યકત કરી રહયા છે. નોંધનીય બાબત છે કે પુરૂષોતમ માસની પૂનમના દિવસે ભાવિકોનો મોટો સમુદાય ઉમટી પડેલ ત્યારથી સતત ભાવિકોની સંખ્યામાં વધારો થતો આવેલ છે અને જગતમંદિરમાં કાળિયા ઠાકોરના દર્શન કરીને ધન્યતા અનુભવેલ છે. વહીવટીતંત્ર દ્વારા જગતમંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ભાવિકોને શાંતિપુર્ણ રીતે દર્શન થાય તેવી વ્યવસ્થા કરાઈ હતી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews