જમીયલશા દાતારનો ઉર્ષ સાદગીથી ઉજવવા મીટીંગમાં નિર્ણય : મેળો નહી યોજાય

0

હઝરત જમિયલશા દાતારના ઉર્ષને લઇ જૂનાગઢ એ. ડિવિઝન પોલીસના પીઆઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી. જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહેલ હતા. આ તકે પી.આઈ. ચૌધરીએ જણાવેલ કે દાતાર ઉર્ષ પ્રસંગે કોવિડ-૧૯ને લઇ સંક્રમણ ન ફેલાઇ તે માટે મેળો સંપૂર્ણ પણે બંધ રાખવામાં આવેલ છે. ઉપરાંત કોઈ લારી, ગલ્લાવાળા દાતારની જગ્યામાં આવે નહિ તેમજ વૃધ્ધો બાળકો ના આવે તેની તકેદારી રાખવી સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ અને વધુ લોકો એકત્રિત ના થાય તેની સંપૂર્ણ તકેદારી રાખી ફક્ત પરંપરાગત ધાર્મિક વિધિ સાથે સાદગી પૂર્ણ રીતે ઉર્ષર્ ઉજવાશે. તેમજ દર્શન માટે દર્શનાર્થીઓને છૂટ રહેશે. વધુ લોકો ભેગા ન થાય તેની ખાસ કાળજી રાખવી અને આ કાર્યમાં આગેવાનોનો સાથ અને સહકાર આપવા સમજાવેલ. આ મીટીંગમાં હાજર આગેવાનો મુન્નાબાપુ, બટુકભાઈ મકવાણા, અદ્રેમાંનભાઈ પંજા, સફિભાઈ સોરઠીયા, બટુક બાપુ, વહાબભાઈ કુરેશી, જિશાન હાલેપોત્રા, અશરફભાઈ થઈમ, મુનાભાઈ, લતિફબાપુ કાદરી, સાકિરભાઈ બેલીમ, સોહેલ સિદ્દીકી સહિતનાએ સહકારની ખાત્રી આપેલ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!