એસટીનો ડ્રાઇવર રસ્તામાં બસ થોભાવીને નર્મદામાં કૂદી ગયો

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ એસટીની બસના એક ડ્રાઇવરે ચાલુ ફરજ દરમ્યાન નદીમાં કૂદી ગયાનો બનાવ સામે આવ્યો છે. ડ્રાઇવરે મુસાફરો ભરેલી બસ અચાનક થોભાવી દીધી હતી અને બાદમાં કોઈ કંઈ પણ વિચારે તે પહેલા જ પુલ ઉપરથી નદીમાં કૂદી ગયો હતો. એસટી બસનાં ડ્રાઇવરે રાજપીપળાથી બસ લઈને વડોદરા તરફ આવી રહ્યો હતો. મળતી માહિતી પ્રમાણે ડ્રાઈવર આશિષકુમાર રણછોડ મુંડવાડા મેટ્રોલિંક સિટી બસ લઈને રાજપીપળાથી વડોદરા જઈ રહ્યો હતો. આ દરમ્યાન તેણે પોઈચા બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી દીધું હતું. બસમાં અંદાજે ૨૦ મુસાફર સવાર હતા. અચાનક બનેલી આ ઘટનાથી મુસાફરો પણ ડરી ગયા હતા. આ મામલે એસ.ટી. તંત્રને તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. ફરજ દરમ્યાન જે ડ્રાઇવરે નદીમાં ઝંપલાવી દેતા એસ.ટી. ડેપો મેનેજર બનાવ સ્થળે દોડી ગયા હતા. ડ્રાઇવરે નદીમાં ઝંપલાવ્યાની વાત બાદ ફાયર વિભાગને જાણ કરીને તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. જોકે, ડ્રાઇવરનો કોઈ પત્તો લાગ્યો ન નથી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!