સ્મશાન ઘાટમાં એક બોરીમાં લોહીથી ખરડાયેલી એક મહિલાની લાશના ટુકડા મળ્યા બાદ સનસની ફેલાઈ ગઈ છે. મેરઠનાં ફાતિમા ગાર્ડન કોલોનીની નજીક સ્થિત સ્મશાન ઘાટની પાસે કેટલાક બાળકો રમી રહ્યા હતા. આ દરમ્યાન બાળકોએ જોયું કે કેટલાક કૂતરા લોહીથી ખરડાયલી પ્લાસ્ટિકની એક બોરી સાથે ખેંચતાણ કરી રહ્યા છે. ત્યારબાદ બાળકોએ મામલાની જાણકારી તેમના પરિવારના લોકોને આપી. ઘટનાની જણ થતાં જ ઘટનાસ્થળે અનેક લોકોની ભીડ એકત્ર થઈ ગઈ. ઘટનાની જાણકારી મળતાં એસપી સિટી અખિલેશ નારાયણ અનેક પોલીસ સ્ટેશનની ફોર્સની સાથે ઘટનાસ્થળે પહોંચ્યા. પોલીસે બોરી ખોલીને જોયું તો સૌના હોશ ઊડી ગયા. બોરીની અંદર એક મહિલાની લાશના લગભગ ૧૫ ટુકડા ભરેલા હતા. મહિલાની ગરદનનો ઉપરનો ભાગ ગાયબ હતો. આ દૃશ્ય જોતાં જ પોલીસકર્મીઓ પણ હેરાન રહી ગયા. પોલીસે લાશના ટુકડાઓનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. એસપી સિટી અખિલેશ નારાયણ સિંહનું માનીએ તો મહિલાની ઉંમર લગભગ ૩૫ વર્ષ જેટલી હશે. કોઈ ખૂબ જ નજીકની વ્યક્તિએ પહેલા હત્યાની ઘટનાને કોઈ ઘરમાં અંજામ આપ્યો. ત્યારબાદ લાશના ટુકડા કર્યા અને સ્મશાન ઘાટની નજીક કચરાના ઢગલામાં ઠેકાણે લગાવી દીધા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews