અમદાવાદીઓ જેની આતુરતાપૂર્વક રાહ જાેતા હતા તે સી પ્લેન ટેસ્ટિંગ માટે અમદાવાદ આવી પહોંચતા મોટી સંખ્યામાં લોકોએ સાબરમતી નદી કિનારાની આસપાસ ઉભા રહી સી પ્લેનનો નજારો માણ્યો હતો. માલદિવથી રવાના થયેલુ સી પ્લેન વાયા ગોવા થઈ કેવડિયા અને ત્યાંથી સાબરમતી નદીમાં ઉતરાણ કર્યું હતું. બપોરે ત્રણ વાગ્યે સી-પ્લેન કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું હતું. આ સી પ્લેનમાં સરદાર સરોવર નર્મદા નિગમના એમ.ડી.
ડો.રાજીવકુમાર ગુપ્તા બેસીને આવ્યા હતા. લેન્ડીંગ કરાયા બાદ સી પ્લેન ફરી ઉડાન કર્યું હતું અને ફરી લેન્ડ થયું હતું સી પ્લેનને ઉડાનમાં કોઈ તકલીફ ન પડે એ માટે નદીમાં રહેલા પક્ષીઓને ઉડાડવા ફટાકડા ફોડયા હતા. ગુજરાતમાં પ્રથમવાર આવી રહેલા સી પ્લેનને પાણીમાં તરતું જાેવા આસપાસના મકાનો, ફલેટો અને ઈમારતોની બારી અને આગાસીમાં મોટી સંખ્યામાં લોકો ઉભા રહ્યા હતા. ઉપરાંત સાબરમતી નદીની આજુબાજુ પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. રાજયમાં ૩૧ ઓકટોબરથી બે સ્થળેથી સી- પ્લેન સેવા શરૂ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની ઉડાન યોજના અંતર્ગત શરૂ થનારી આ સી-પ્લેન સેવા માટે સાબરમતી રિવરફ્રન્ટથી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને પાલિતાણામાં શેત્રુંજી નદીના સ્થળની પસંદગી કરી છે. સી-પ્લેન ટેસ્ટીંગ માટે કેવડિયાથી અમદાવાદ આવી પહોંચ્યું છે. રવિવારે માલદીવ્સથી આ પ્લેન કોચી આવી પહોંચ્યું હતું અને ઈંધણ ભરવા માટે કોચી ઉતર્યું હતું. સી-પ્લેન ગોવાથી કેવડિયા થઈ અમદાવાદ આવી પહોંચ્યું હતું. અહીં આવ્યા બાદ સી-પ્લેનની ટ્રાયલ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ૩૧મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવશે. આગામી ૩૧ ઓકટોબરે પીએમ મોદી સી-પ્લેનનું ઉદઘાટન કરશે અને ત્યાર બાદ પીએમ મોદી કેવડિયાથી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવશે. અમદાવાદથી સીધા જ દિલ્હી જવા રવાના થશે. અમદાવાદવાસીઓની આતુરતાનો અંત આવી રહ્યો છે. ત્યારે
સી-પ્લેનની વોટર એરોડ્રામની ઓફિસ ઉપર ઉડે દેશ કા નાગરિકનો લોગો લગાવામાં આવ્યો છે. સી- પ્લેનનું કેવડિયા જવાનું ભાડુ રૂપિયા ચાર હજારથી પાંચ હજાર જેટલું હોવાનું સામે આવ્યું છે. જાે કે અમદાવાદથી દિલ્હીની ફલાઈટનું ભાડું રૂા.રપ૦૦-૩૦૦૦ની આસપાસ છે. ત્યારે અમદાવાદીઓ ઈચ્છી રહ્યા છે કે સી-પ્લેનનું ભાડું ઓછુ કરવામાં આવે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews