કોરોના વોરિયર્સમાં પણ શ્રેષ્ઠ ગણાતા હિન્દુ રાવનાં ડોક્ટરોને આંદોલન ઉપર ઉતરવું પડે એનાથી વધુ શરમજનક સરકાર માટે બીજું શું હોઈ શકે ? : IMA

0

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ) એ દિલ્હી નગર નિગમ દ્વારા સંચાલિત હિન્દુ રાવ હોસ્પિટલના તંત્ર વિરૂધ્ધ દિલ્હી હાઈકોર્ટના આદેશની અવગણના માટે કાર્યવાહી શરૂ કરવાની માગ કરી હતી. સંગઠને સવાલ કર્યો કે શું ડૉક્ટરોએ જ પગારનો દાવો કરવા માટે નક્સલી બનવું પડશે? હિન્દુ રાવ હોસ્પિટલના ડૉક્ટર તેમના પગારની ચૂકવણીની માગ સાથે અનિશ્ચિતકાળ માટે ભૂખ હડતાળ ઉપર ઉતર્યા છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશને આ સ્થિતિ અંગે બનાના રિપબ્લિક કહેતા કટાક્ષ કર્યો અને હિન્ઘ્‌ુ રાવ હોસ્પિટલના ડૉક્ટરોને પગાર ન મળવાને સિસ્ટમની નિષ્ફળતા ગણાવી હતી. એસોસિએશને કહ્ય્šં કે હિન્દુ રાવ હોસ્પિટલમાં ડૉક્ટરોને પગાર ન ચૂકવવાનો મામલો પ્રણાલીગત નિષ્ફળતાનો મામલો છે. કોરોના મહામારી દરમ્યાન રાષ્ટ્રની સેવા કરનારા ડૉક્ટર યોગ્ય પ્રશંસા અને પ્રોત્સાહનના હકદાર છે. આ વાત એ તાર્કિક પાસાને નકારે છે જ્યારે તેઓ પોતાનો જ પગાર મેળવવા માટે રોડ ઉપર ઉતરી આંદોલન કરવા મજબૂર છે. આ દરમ્યાન આઈએમએ પ્રમુખ ડૉ. રાજન શર્માએ કહ્ય્šં કે શું ડૉક્ટરોએ પોતાનો જ પગાર મેળવવા માટે હવે નક્સલી બનવા પડશે? તેમણે કહ્ય્šં કે આ શરમની વાત છે કે આવા સમયે જ્યારે મહામારી ફેલાઈ રહી છે, ડૉક્ટરોએ માર્ગો ઉપર ઉતરવું પડી રહ્ય્šં છે. તેમણે કહ્ય્šં કે તેઓ પોતાની દુર્દશાને સૌની સામે રજૂ કરવા માટે જંતર મંતર અને કનોટ પ્લેસ જેવા સ્થળોએ બેનરો પકડીને દેખાવ કરવા મજબૂર છે. શર્માએ કહ્ય્šં કે, દિલ્હી નગર નિગમ અને દિલ્હી સરકાર છેલ્લા સમાધાનની નજીક પહોંચવાને બદલે આ મામલે રાજનીતિ કરી રહી છે. રાજન શર્માએ કહ્ય્šં કે એમસીડીનો દાવો છે કે દિલ્હી સરકારે તેના નાણાને અવરૂધ્ધ કરી દીધા છે. જાેકે દિલ્હી સરકારનો દાવો છે કે કેન્દ્ર રાજ્યના કરને જારી કરતું નથી. શર્માએ કહ્ય્šં કે તે આ મામલાને ટાળી રહ્યાં છે પણ આખરે ક્યાં અટકશે ?

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!