માણાવદરમાં પાંચ દિવસ પહેલા રોડ પ્રશ્નની આરટીઆઈ કરનાર દલિત યુવાન ઉપર પાલિકાના ઉપપ્રમુખના પતિ સહિતના શખ્સોએ હુમલો કર્યો હતો. જે મામલે ગઈકાલે દલિત સંગઠનોએ જૂનાગઢમાં રેલી યોજીને જૂનાગઢ જીલ્લા કલેકટર અને જીલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ન્યાયની માંગણી કરી છે. ગત તા.ર૦ના રોજ માણાવદરના ભાવિન રાઠોડ નામના યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. ભાવિન રાઠોડે માણાવદરનાં રોડ – રસ્તાના કામમાં ચાલતાં ભ્રષ્ટાચાર મામલે પાલિકામાં આરટીઆઈ કરીને માહિતી માંગતા એજન્સીના માલિકના ઈશારે હુમલો કર્યાની શંકા દર્શાવી હતી. જે મામલે આજે ગુજરાત દલિત સંગઠનના લોકોએ જીલ્લા કલેકટર કચેરીએ રેલી સ્વરૂપે આવીને આવેદનપત્ર આપ્યું હતું. તેમની માંગણી મુજબ ભોગ બનનારનું વિશેષ નિવેદન નોંધવામાં આવે તેમજ સીસી રોડનું જે કામ થાય છે તેની ઉચ્ચ સ્તરીય તપાસ કરીને એજન્સીને બ્લેક લીસ્ટ કરવામાં આવે તેમજ તેમને પોલીસ રક્ષણ આપવામાં આવે આ ત્રણ માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો આત્મવિલોપન કરવાની ચિમકી આપવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews