ભૂદેવ બ્રાહ્મણ પરિવાર દ્વારા વડોદરામાં સ્વજન સેવા કાર્યરત કરાઇ

સનાતન સત્ય છે મૃત્યુ. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પાસે સમય બહુ ઓછો હોય છે. તેથી જો પોતાના સ્વજનનું મૃત્યું થાય ત્યારે તે એક દિવસ પુરતું ભોજન તે પરિવારને નિઃશુલ્ક પહોંચાડીને સદગતને સાચી શ્રધ્ધાંજલિ આપવાની સેવા વડોદરામાં ભૂદેવ બ્રાહ્મણ પરિવાર અને વીએસ ગૃપ દ્વારા ‘સ્વજન સેવા’ નામથી કાર્યરત કરાઇ છે. તેનું લોકાર્પણ જોઇન્ટ શિક્ષણ કમિશ્નર ગાંધીનગર નારાયણ માધુ અને નિવૃત કલેકટર નિવાસ મનોહરના હસ્તે કરવામાં આવ્યું હતું. આ યોજના માંજલપુર, મકરપુરા, તરસાલ અને વાડી વિસ્તાર માટે હાલ શરૂ કરાઇ છે. તે માટે પ્રજ્ઞેશ પુરાણી મો.૯૯૦૯૦૦૨૫૬૭, હેમાંગ પુરોહિત મો.૯૮૭૯૪ ૪૨૦૧૯, રાજેશ દેસાઇ મો.૯૮૨૪૨ ૯૧૯૭૮, જનક જોષી મો.૯૯૦૯૪ ૧૪૫૦૧નો સંપર્ક કરવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!